Breaking News : માનવતાનું માથું શરમથી ઝુકાવતી ઘટના ! પાલનપુરમાં કચરાના ટ્રેક્ટરમાં લઈ જવાયો મૃતદેહ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 05, 2025 | 2:12 PM

બનાસકાંઠાના પાલનપુરમાં માનવતાનું માથું શરમથી ઝુકાવતી ઘટના સામે આવી છે. પાલનપુર પાલિકાએ માનવતાને નેવે મુકી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કચરો લઈ જવાના ટ્રેકટરમાં મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો.

બનાસકાંઠાના પાલનપુરમાં માનવતાનું માથું શરમથી ઝુકાવતી ઘટના સામે આવી છે. પાલનપુર પાલિકાએ માનવતાને નેવે મુકી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કચરો લઈ જવાના ટ્રેકટરમાં મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર પોલીસે બિનવારસી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રખાવ્યો હતો. મૃતદેહની અંતિમક્રિયા માટે પાલિકાની સેનિટેશન શાખાને જણાવાયું હતું. સેનિટેશન સ્ટાફ દ્વારા કચરાના ટ્રેકટરમાં મૃતદેહ લઈ જવાયો છે.

કચરાના ટ્રેક્ટરમાં લઈ જવાયો મૃતદેહ !

ઉલ્લેખનીય છે કે પૂર્વ પોલીસ દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં ત્રણ દિવસ અગાઉ બિન વારસી મૃતદેહ રાખવામાં આવ્યો હતો.ત્યારબાદ આ મૃતદેહની અંતિમ ક્રિયાની કામગીરી પાલિકાની સેનિટેશન શાખાને સોંપવામાં આવી હતી. પરંતુ સેનિટેશન સ્ટાફ માનવતાને નેવે મુકી કચરો લઈ જવાના ટ્રેક્ટરમાં મૃતદેહને અંતિમ ક્રિયા માટે લઈ ગયો. મોતનો મલાજો પણ ન જળવાતા લોકોની લાગણી દુભાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો