Dwarka : હર્ષદ દરિયાકાંઠે આવેલા પૌરાણિક મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ગાયબ, ભક્તોમાં જોવા મળ્યો રોષ, જુઓ Video

Dwarka : હર્ષદ દરિયાકાંઠે આવેલા પૌરાણિક મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ગાયબ, ભક્તોમાં જોવા મળ્યો રોષ, જુઓ Video

| Edited By: | Updated on: Feb 25, 2025 | 2:33 PM

દેવભૂમિ દ્વારકામાં મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયુ હોવાની ઘટના સામે આવી છે. પૌરાણિક મહાદેવ મંદિરમાંથી કોઈ શિવલિંગ ઉઠાવી ગયું હોવાનું સામે આવતા જ સ્થાનિકોમાં નિરાશા સાથે રોષનો માહોલ જોવા મળ્યો છે.

દેવભૂમિ દ્વારકામાં મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયુ હોવાની ઘટના સામે આવી છે. પૌરાણિક મહાદેવ મંદિરમાંથી કોઈ શિવલિંગ ઉઠાવી ગયું હોવાનું સામે આવતા જ સ્થાનિકોમાં નિરાશા સાથે રોષનો માહોલ જોવા મળ્યો છે. હર્ષદ દરિયાકાંઠે આવેલું ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયું હોવાનું સામે આવ્યું છે.

શિવલિંગ કાઢી દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા મળ્યા છે. મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતા શિવભક્તોની લાગણી દુભાઈ છે. પોલીસ દ્વારા મંદિર આસપાસના વિસ્તારને કોર્ડન કરાયો છે. DySP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શિવલીંગ ઉઠાવી લઈ જનાર શખ્સો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

દોઢ વર્ષ પૂર્વે તે વિસ્તારમાં દરિયા કિનારે આવેલા ગેર કાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે માત્ર આ મહાદેવનું એક મંદિર જ દરિયાકિનારે રહ્યું હતું. મંદિરમાંથી શિવલિંગ કાઢી જતા સ્થાનિકો સ્થળ પર પહોંચ્યા. શિવલિંગ મંદિરમાંથી કાઢી જતા ભક્તોમાં રોષ જોવા મળ્યો છે.