Kheda : નડિયાદના શાંતિ ફળિયાને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો, 12 બાળક સહિત 22 મહિલા સારવાર હેઠળ, જુઓ Video
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે. ત્યારે ખેડાના નડિયાદના શાંતિ ફળિયા વિસ્તારમાં કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. શાંતિ ફળિયામાં ઝાડા-ઉલટીના કેસ વધ્યા હતા. જેના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

સિવિલ હોસ્પિટલમાં 12 બાળક સહિત 22 મહિલાને દાખલ કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર હેઠળ છે. રોગચાળો વકરતા કલેક્ટરે જાહેર બહાર પાડ્યું છે. પીવાના પાણીની પાઈપલાઈન દૂષિત પાણી ભળી જતા કોલેરા ફેલાયો હતો. પાઈપલાઈનમાં લીકેજ હોવાથી પીવાની પાઈપલાઈનમાં પાણી ભળી જતા કોલેરા ફેલાયો હતો. મનપાએ પાઈપલાઈનમાં લીકેજ શોધી રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
સિવિલમાં 12 બાળક સહિત 22 મહિલા સારવાર હેઠળ
પીવાની પાઈપલાઈનમાં દૂષિત પાણી ભળી જતા લોકોના ઘરે પણ દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો છે. જેના કારણે ઝાડા-ઉલટીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં બાળકો સહિત મહિલાઓ દાખલ છે.મનપાનું આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. આ તાત્કાલિક ધોરણે તંત્રએ પાઈપલાઈનમાં લીકેજ શોધી રિપેરિંગનું કામ શરૂ કર્યું છે.
કલેક્ટરના જાહેરનામા બાદ સિવિલમાં અલગથી આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયો છે. અહીંના લોકોને ગરમીમાં બહારનું ખાવાનું ટાળવાની અને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવાની નિષ્ણાંતો દ્વારા સલાહ આપવામાં આવી છે.