વ્યાજખોરીનું દૂષણ ડામવા પોલીસ એક્શનમાં ! સૌરાષ્ટ્રમાં વ્હાઈટ કોલર જેન્ટલમેન બનીને ફરનારા અનેક લોકો વ્યાજખોર નીકળ્યા

|

Jan 24, 2023 | 1:54 PM

વ્યાજખોરીના આ દૂષણમાં ડૉક્ટરો, અધ્યાપકો અને વકીલો પણ સામેલ છે. આવા 228 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. લોકોને લૂંટી લેનારા વ્યાજના વરૂઓ વિરૂદ્ધ 107 ગુના દાખલ કરાયા છે.

રાજ્યભરમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા ગૃહ રાજ્યપ્રધાને આપેલા આદેશ અંતર્ગત ઠેર-ઠેર લોકદરબાર યોજીને પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુના નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં એવું લાગતુ હતુ કે માથાભારે તત્વો જ વ્યાજખોરી કરતા હશે. પરંતુ હવે એવી હકીકત સામે આવી છે કે વ્યાજખોરીના આ દૂષણમાં ડૉક્ટરો, અધ્યાપકો અને વકીલો પણ સામેલ છે. આવા 228 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. લોકોને લૂંટી લેનારા વ્યાજના વરૂઓ વિરૂદ્ધ 107 ગુના દાખલ કરાયા છે.

લૂંટી લેનારા વ્યાજના વરૂઓ વિરૂદ્ધ 107 ગુના દાખલ કરાયા

ગત 5 તારીખથી અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર પોલીસે 75થી વધુ લોકદરબાર યોજીને ગુના દાખલ કર્યા.જેમાં રાજકોટ શહેરમાં 79 વ્યાજખોરો સામે 43 ફરિયાદ, જામનગરમાં 69 આરોપી સામે 26 ફરિયાદ, પોરબંદરમાં 1 ફરિયાદ, જૂનાગઢમાં 39 આરોપી સામે 17 ફરિયાદ, મોરબીમાં 40 આરોપીઓ સામે 20 ફરિયાદ નોંધાઈ છે.

Published On - 12:35 pm, Tue, 24 January 23

Next Video