ભાવનગરમાં જર્જરીત ઈમારત ધરાશાયી થવા મુદ્દે શક્તિસિંહે ઉઠાવ્યા સવાલ, કહ્યું સત્તાધિશો માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી ન શકે- જુઓ Video

|

Aug 02, 2023 | 8:17 PM

Bhavnagar: ભાવનગરના વાઘાવાડી વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. શક્તિસિંહે જણાવ્યુ છે કે પાલિકા માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી ન શકે.

Bhavnagar: ભાવનગરમાં માધવ હિલ કોમ્પલેક્સના બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો. જેમાં અનેક લોકો દટાયા હતા. આ બિલ્ડિંગનો જર્જરીત ગેલેરીનો ભાગ ધરાશાયી થતા એક મહિલાનું મોત નિપજ્યુ છે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ છે કે આ એક અતિ ગંભીર પ્રકારની બેદરકારી છે અને તંત્ર માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી ન શકે.

શક્તિસિંહે સવાલ ઉઠાવ્યો છે કે પાલિકા નોટિસ આપે છે એનો અર્થ એ થયો કે એમને પહેલેથી જાણ હતી જ કે બિલ્ડિંગ જર્જરીત છે અને પડવાની શક્યતા છે. માત્ર નોટિસ આપ્યા બાદ બેસી રહેવુ એ પણ ગુનાહિત બેદરકારી છે. શક્તિસિંહે જણાવ્યુ કે તમારે આનુવંશિક પગલા લેવા જોઈતા હતા. પાલિકાને જ્યારે જાણ થઈ કે ઈમારત જર્જરીત છે અને નોટિસ આપો છો તો એ આપ્યા બાદ પણ એ વિસ્તાર કદાચ ધરાશાયી થાય તો કોઈને પણ નુકસાન ન થાય તે જોવાની તકેદારી રાખવાના પગલા પાલિકાએ નથી ભર્યા તે હકીકત છે.

આ પણ વાંચો : Bhavnagar: શહેરના રસ્તા પર ખાડા રાજને લઇ વિપક્ષે મનપાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા

આ ઘટના પાછળ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. શહેરમાં  મહાનગરપાલિકાના ચોપડે 169થી વધુ જર્જરીત મકાનો છે. તેની નોંધણી કરાઈ છે. જે પૈકી 139 મકાનો એવા છે જેને તાત્કાલિક દૂર કરવા જોઈએ. હાલ ચોમાસાની વાત કરીએ તો અપેક્ષા કરતા અને જે સ્થિતિ સર્જાઈ સમગ્ર ગુજરાતની અંદર ત્યારે વરસાદ વધુ માત્રામાં તમામ શહેરોમાં પડી ચુક્યો છે. ત્યારે આ પ્રકારના જર્જરીત મકાનો મોટી મુશ્કેલી સર્જી શકે છે. ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપના શાસકો અને વિપક્ષ બંનેની નિષ્ક્રિયતાનું પરિણામ છે. શહેરમાં અનેક એવી મહાકાય હાઈરાઈઝ ઈમારતો છે જેમા બેઝમેન્ટમાં પાણી ભરાય છે અને ગમે ત્યારે બિલ્ડિંગ ધરાશાયી થવાની શક્યતા રહેલી છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video