Bhavnagar: શહેરના રસ્તા પર ખાડા રાજને લઇ વિપક્ષે મનપાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા
ભાવનગર મનપા કમિશનર તંત્રની કામગીરીનો બચાવ કરતા નજરે ચડ્યા. મનપા કમિશનરે જણાવ્યું કે વરસાદ બંધ થતાની સાથે જ રસ્તા પર ખાડા પૂરવાની કામગીરી કરાશે.અને નવા બનાવેલા રોડની ગુણવત્તા નબળી હશે તો તેમાં કાર્યવાહી કરવામાં આવશે.
Bhavnagar: ગુજરાતના શહેરોમાં રોડ પર ખાડા પડવા હવે સામાન્ય બાબત બની ગઈ છે.ત્યારે ભાવનગરમાં પણ રોડ પર છાશવારે પડતા ભૂવાઓથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.શહેરમાં પ્રવેશતા રોડ હોય કે પછી શહેરના અંદરના રોડ તમામ રોડ પર ખાડારાજ છે.અનેક જગ્યાએ ખખડધજ રોડના કારણે અકસ્માતોના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
જ્વેલર્સ સર્કલ, કાળુભાર રોડ, કુંભારવાડા, તળાજા રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય છે.બિસ્માર રસ્તાથી વાહન ચાલકો પરેશાન છે તો વિપક્ષ પણ મનપાની કામગીરી સામે સવાલ ઉભા કરી રહ્યું છે.
આ તરફ મનપા કમિશનર તંત્રની કામગીરીનો બચાવ કરતા નજરે ચડ્યા. મનપા કમિશનરે જણાવ્યું કે વરસાદ બંધ થતાની સાથે જ રસ્તા પર ખાડા પૂરવાની કામગીરી કરાશે.અને નવા બનાવેલા રોડની ગુણવત્તા નબળી હશે તો તેમાં કાર્યવાહી કરવામાં આવશે.
ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News