અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે દિવ્યતા સભર શાકોત્સવની કરાઇ ઉજવણી, જુઓ Video

ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ મણિનગર સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદોધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પૂજનીય સંતો તથા દેશવિદેશના અસંખ્ય હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાસભર શાકોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

| Updated on: Feb 17, 2024 | 8:48 PM

અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી છે. પરમ પૂજ્ય આચાર્ય સ્વામી મહારાજ હરિકૃષ્ણ મહારાજ સહ વાજતે ગાજતે સંતો હરિભક્તોના સમૂહ સહિત દર્શન આપતાં, વિશ્વ પ્રસિદ્ધ મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, ભારતની કર્ણપ્રિય સૂરાવલિઓના નિનાદે સ્ટેજ ઉપર પધાર્યા હતા.

સ્ટેજ પર સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને પધરાવ્યા હતા. સ્ટેજ પર પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શાકોત્સવનું શાક વઘારવાની તેમજ રોટલા બનાવવાની દિવ્ય લીલાની સ્મૃતિ તાદ્રશ્ય કરતા હતા. ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ સિંહાસન મઘ્યે આરુઢ થયા હતા. સંતોએ કીર્તન સ્તવન કરી અને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. તેમજ ગુરુપ્રિયદાસજી સ્વામીએ શાકોત્સવ પર્વનો ઈતિહાસ વગેરે અધ્યાત્મસભર મહિમા ગાન કર્યું હતું.

મણિનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદોધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે શાકોત્સવના શુભ અવસરે આરતી ઉતારી હતી અને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. આશીર્વાદ પૂર્ણ થયા બાદ હરિભક્તોએ પણ ઉમંગભેર આરતી ઉતારવાના લ્હાવા લીધા હતા અને ભક્તિભાવથી દિવ્ય શાકોત્સવની દબદબાભેર ઉજવણી કરાઈ હતી. શાકોત્સવ અવસરે રીંગણાં, ટમેટાં, મરચાં આથેલા, કઢી, બાજરીનો લોટ, ઘી, ખીચડી, ગોળ વગેરે સીધાં સમગ્રીનો ઉપયોગ કરાયો હતો. અને અંતમાં મહાપ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Follow Us:
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
g clip-path="url(#clip0_868_265)">