Panchmahal: ગોધરાની સેશન્સ કોર્ટે પૂર્વ IAS એસ. કે. લાંગાના આગોતરા શરતી જામીન રદ કર્યા, પોલીસે અરજી કરતા હુકમ કરાયો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 11, 2023 | 9:47 PM

પૂર્વ IAS અધિકારી એસકે લાંગાના શરતી જામીન ગોધરા કોર્ટે રદ કર્યા છે. બોગસ ખેડૂત મામલે ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. ગોધરા સેશન્સ કોર્ટે તેમના શરતી જામીનને રદ કરવાનો હુકમ કર્યો છે. કોર્ટે અગાઉ એસકે લાંગાને એ શરતે આગોતરા જામીન આપવામાં આવ્યા હતા કે, તેઓએ દર મહિને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવી પડશે. જોકે તત્કાલીન ક્લેકટર એસકે લાંગા અનિયમિત હાજરી ભરવા બાબતે રહ્યા હતા.

આ પણ વાંચોઃ  IND vs PAK: કેએલ રાહુલનુ જબરદસ્ત કમબેક, પાકિસ્તાની બોલર્સની ધુલાઈ કરી ફટકારી સદી, ગૌતમ ગંભીરની બોલતી બંધ

જેને લઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પોલીસે કરેલી અરજીને આધારે હવે ગોધરા સેશન્સ કોર્ટે એસકે લાંગાના શરતી જામીનને રદ કરી દેવાનો હુકમ કર્યો છે. ગોધરા હેડક્વાર્ટર DySP એસબી કુંપાવત આ મામલાની તપાસ સંભાળી રહ્યા છે, જેઓએ મીડિયા સમક્ષ આ અંગેની વિગતો મીડિયા દ્વારા પૂછવામાં આવતા દર્શાવવામાં આવી હતી. આમ હવે પૂર્વ ક્લેક્ટર એસકે લાંગાની મુસીબતોમાં વધારો થઈ શકે છે.

  પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 11, 2023 09:45 PM