રાજ્યમાં નશીલા પદાર્થોના વેચાણ પર સુરક્ષા એજન્સીઓની બાજ નજર, જુઓ Video

રાજ્યમાં નશીલા પદાર્થોના વેચાણ પર સુરક્ષા એજન્સીઓની બાજ નજર, જુઓ Video

| Edited By: | Updated on: Aug 13, 2023 | 11:56 PM

સુરક્ષા એજન્સીઓએ નશીલા પદાર્થોનું વેચાણને લઈને સુરક્ષા એજન્સી સતર્ક છે. જખૌના ખિદરત ટાપુથી 10 ચરસના પેકેટ ઝડપી પાડ્યા હતા. તો ભાવનગરમાં LCBએ જુગારધામ પર દરોડા પાડીને મહિલાઓ સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે.

Gujarat : રાજ્યમાં નશીલા પદાર્થોનું (Narcotics) સેવન અને વેચાણ વધી રહ્યુ હોય તેવુ લાગી રહ્યું છે. જો કે આપણી સુરક્ષા એજન્સીઓની પણ નશીલા પદાર્થોની હેરાફેરી પર બાજ નજર છે. કચ્છના જખૌ નજીકના ખિદરત ટાપુ પરથી BSFને પેટ્રોલિંગ દરમિયાન 10 ચરસના પેકેટ મળ્યા હતા. તો સુરતના નવાગામ ડીંડોલીના જમણા પાર્ક સોસાયટીના રહીશોએ ગાંજાની દુકાનમાં રેડ પાડી. જ્યાંથી મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો.

આ પણ વાંચો Jamnagar : આરોપીને છોડી મુકવા CMOના અધિકારીની ખોટી ઓળખ આપનારો નિકુંજ પટેલ અમદાવાદથી ઝડપાયો, અગાઉ પણ નોંધાયેલા છે 3 ગુના

બીજી તરફ સુરેન્દ્રનગરમાં કાયદાના રક્ષકો દ્વારા દારૂબંધીના ધજાગરા ઉડાડતો વીડિયો સામે આવ્યો છે. ચુડામાં તપાસ માટે ગયેલા બે પોલીસકર્મી નશામાં હોવાથી સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તો ભાવનગરમાં પોલીસ સ્ટેશન પાસે જ જુગારધામ ધમધમતું હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે. LCBએ જુગારધામ પર દરોડા પાડીને મહિલાઓ સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 2.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us