Gujarati Video :  દેશના યુવાધનને ખોખલું કરવામાં સક્ષમ 2600 કરોડ રૂપિયાના 4000 કિલો નશીલા પદાર્થોને અંકલેશ્વરમાં ભસ્મીભૂત કરી દેવાયા

Gujarati Video : દેશના યુવાધનને ખોખલું કરવામાં સક્ષમ 2600 કરોડ રૂપિયાના 4000 કિલો નશીલા પદાર્થોને અંકલેશ્વરમાં ભસ્મીભૂત કરી દેવાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 5:17 PM

અંકલેશ્વરની BEIL કંપનીમાં ગૃહમંત્રી અમિત શાહ(home minister amit shah )ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતમાંથી પકડાયેલા  કરોડો રૂપિયાના નશીલા પદાર્થો(Narcotics)નો નાશ કરવામાં આવ્યો હતો. દેશના સૌથી મોટા ઈન્સીનરેટરમાં આ નશાકારક તત્વોને સળગાવી તેનો નિકાલ કરાયો હતો.

અંકલેશ્વરની BEIL કંપનીમાં ગૃહમંત્રી અમિત શાહ(home minister amit shah )ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતમાંથી પકડાયેલા  કરોડો રૂપિયાના નશીલા પદાર્થો(Narcotics)નો નાશ કરવામાં આવ્યો હતો. દેશના સૌથી મોટા ઈન્સીનરેટરમાં આ નશાકારક તત્વોને સળગાવી તેનો નિકાલ કરાયો હતો. આ અવસરે ATS ઉપરાંત ગુજરાતના 9 જિલ્લાના IPS અધિકારીઓ હાજર રહ્યા હતા.

CID ક્રાઇમ ગુજરાતના અધિકારી પરીક્ષિતા રાઠોડની દેખરેખ હેઠળ હાઈ ટેકનોલોજી મશીનરીની મદદથી દેશના સૌથી મોટા ઇનસીનરેટરમાં Mephedrone અને  Heroin સહિતનો નશાકારક પદાર્થ સળગાવી દેવાયો હતો. ગુજરાત ATS અને ગુજરાતના 9 જિલ્લાઓની પોલીસ દ્વારા ઝડપી પડાયેલા કરોડો રૂપિયાના નશીલા પદાર્થોનો અંકલેશ્વરમાં નાશ કરાયો હતો. અંકલેશ્વરની BEIL કંપની જોખમી તત્વોને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવા માટેની ટેક્નોલોજી ઉપર કામ કરતી કંપની છે.

9 જિલ્લાની પોલીસ અને ATS દ્વારા ઝડપી પડાયેલા 2600 કરોડ રૂપિયાની કિંમતના 4000 કિલો નશીલા પદાર્થોને બેઈલમાં નાશ કરાયો હતો. મુદ્દામાલમાં 433 કિલો હેરોઇન, 61 કિલો મેફેડ્રિંન અને સેંકડો કિલો વનસ્પતિજન્ય નશીલા પદાર્થોનો સમાવેશ થાય છે.ભારે સુરક્ષા વચ્ચે આ જિલ્લાઓમાંથી લવાયેલા નશીલા પદાર્થોને બેઈલમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી સળગાવી તેનો નાશ કરી દેવાયો હતો.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં આજે સોમવારે દેશના વિવિધ ખૂણામાં કુલ 1.44 લાખ કિલોગ્રામ દવાઓનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં અંક્લેશ્વરનો પણ સમાવેશ થાય છે.

Published on: Jul 17, 2023 05:14 PM
g clip-path="url(#clip0_868_265)">