Monsoon 2023 : ગુજરાતના કુલ 206 જળાશયોમાં સરેરાશ 71.86 ટકા પાણીનો સંગ્રહ, કુલ 88 ડેમ પર હાઇએલર્ટ પર, જૂઓ Video

|

Sep 08, 2023 | 3:55 PM

ગુજરાતમાં ડેમની શું સ્થિતિ છે તેના પર નજર કરીએ તો રાજ્યના કુલ 206 જળાશયોમાં સરેરાશ 71.86 ટકા પાણીનો સંગ્રહ છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના ડેમમાં પાણીનો સંગ્રહ નોંધાયો છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં હાલ સરેરાશ 81.72 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે મધ્ય ગુજરાતના ડેમની સ્થિતિ ચિંતાજનક છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં હાલ માત્ર 44.49 ટકા પાણીનો જ જથ્થો છે.

Rain update : છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદે (Rain) વિરામ લીધો હતો. રાજ્યમાં મેઘરાજાની સિઝનની બીજી ઇનિંગનો પ્રારંભ થઇ ચૂક્યો છે. જળાશયોમાં સતત ઘટી રહેલા જળસ્તરે તંત્રની ચિંતા વધારી હતી. જોકે મેઘાની ધમાકેદાર એન્ટ્રી બાદ રાજ્યના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે.

આ પણ વાંચો-Bharuch : ભાલોદ ગામમાં રાતના સમયે મગર નીકળ્યો લટાર મારવા, ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો, જુઓ Video

ગુજરાતમાં ડેમની શું સ્થિતિ છે તેના પર નજર કરીએ તો રાજ્યના કુલ 206 જળાશયોમાં સરેરાશ 71.86 ટકા પાણીનો સંગ્રહ છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના ડેમમાં પાણીનો સંગ્રહ નોંધાયો છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં હાલ સરેરાશ 81.72 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે મધ્ય ગુજરાતના ડેમની સ્થિતિ ચિંતાજનક છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં હાલ માત્ર 44.49 ટકા પાણીનો જ જથ્થો છે. આવી સ્થિતિમાં તંત્ર દ્વારા રાજ્યના 88 ડેમ પર હાઇએલર્ટ અને 23 ડેમ પર એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video