Gujarat Rain: સોમવારે નર્મદા જિલ્લાની તમામ શાળા, કોલેજ બંધ રાખવા નાયબ નિવાસી કલેકટરનું જાહેરનામુ, જુઓ Video

|

Sep 17, 2023 | 2:48 PM

ભારે વરસાદના પગલે નર્મદાના ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નર્મદા નદી ગાંડીતૂર બની છે. અને નદીકાંઠાના આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના પગલે સોમવારના રોજ નર્મદા જિલ્લાની તમામ શાળા,કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવા માટે નાયબ નિવાસી કલેકટરએ જાહેરનામુ બહાર પાડ્યુ છે.

Rain News : ભારે વરસાદના પગલે નર્મદાના ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નર્મદા નદી ગાંડીતૂર બની છે અને નદીકાંઠાના આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

આ પણ વાંચો : Narmada: નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર 135 મીટરે પહોંચી, ડેમમાં 75 હજાર ક્યુસેક પાણીની આવક, જુઓ Video

ભારે વરસાદના પગલે સોમવારના રોજ નર્મદા જિલ્લાની તમામ શાળા,કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવા માટે નાયબ નિવાસી કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં નર્મદા ડેમના 23 દરવાજા ખોલતા ગામમાં પાણી ફરી વળતા શાળા કોલેજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાહેરનામા અનુસાર જિલ્લામાં એક દિવસ માટે શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા હુકમ કર્યો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video