Breaking News : પ્રવાસમાંથી પરત ફરી રહેલી બસને અકસ્માત નડ્યો, વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા
હળવદમાં સ્કૂલ બસને નડ્યો છે.અકસ્માત બસનું ટાયર ફાટતા બસ વીજપોલ સાથે અથડાય હતી.બસમાં સવાર વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. સ્થાનિકોએ તમામ વિદ્યાર્થીને બસમાંથી બહાર કાઢ્યા છે.
મોરબીના હળવદમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. આ સમગ્ર ઘટના રણમલપુર અને ધણાદ ગામ વચ્ચેની છે.સ્કૂલ બસનું ટાયર ફાટતા બસ વીજપોલ સાથે અથડાઈ હતી.વિવેકાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રવાસથી પરત આવી રહ્યા હતા.વીજપોલ સાથે અથડાયા બાદ બસ પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બસમાં 47 વિદ્યાર્થીઓ સહિત કુલ 52 લોકો સવાર હતાસ્થાનિકોએ તમામ લોકોને બસમાંથી હેમખેમ બહાર કાઢ્યા છે.
સ્કુલ બસનું ટાયર અચાનક ફાટતા બસ વિજપોલ સાથે અથડાય હતી આ સમગ્ર અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાને લઈ વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.પ્રાઈવેટ સ્કૂલ પ્રવાસ કરી પરત ફરતી હતી. ધોરણ 9 અને 11માં ધોરણના વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા.
