રાજ્યમાં શાળા સંચાલકો દ્વારા ફરી આંદોલનના મંડાણની શક્યતા, ગ્રાન્ટેડ શાળામાં FRCનું માળખુ રદ કરવાની કરી માગ

|

Dec 10, 2023 | 11:39 PM

અમદાવાદ: રાજ્યમાં ફરી શાળા સંચાલકો આંદોલનના મંડાણ કરી શકે છે. ગ્રાન્ટેડ શાળામાં FRCનું માળખુ રદ કરવાની માગ કરી છે. શાળાની ગ્રાન્ટમાં વધારો કરવાની અને ફી ના વિકલ્પવાળી શાળાઓમાં ફી વધારો કરવાની માગ કરી છે. આ ઉપરાંત અન્ય પડતર માગણીઓને લઈને પણ શાળા સંચાલકો આંદોલન કરવાના મૂડમાં છે.

રાજ્યમાં શાળા સંચાલકો ફરી આંદોલનના માર્ગે જાય તેવી શક્યતા છે. શાળા સંચાલકોએ ગ્રાન્ટેડ શાળામાં FRCનું માળખું રદ કરી દેવા માગ કરી છે. જો FRC નાબૂદ ન થાય તો ફીમાં 49 ટકા વધારો કરી આપવા માગ કરી છે. કારણ કે છેલ્લા કેટલાંક વર્ષોથી ફીમાં વધારો નથી કરવામાં આવ્યો. ત્યારે શાળાની ગ્રાન્ટમાં વધારો કરવા સંચાલકોએ સરકાર સમક્ષ માગ કરી છે. તેમજ શિક્ષકોની કાયમી ભરતીની સાથે ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી કરવા પણ માગ કરી છે. મહત્વનું છે, શાળા સંચાલકો દિવાળી પહેલા પણ આ બાબતે આંદોલન કરવાના હતા. પરંતુ સંચાલકોએ આંદોલન મોકૂફ રાખ્યું હતું.

ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગ દીઠ 5000 રૂપિયા ગ્રાન્ટમાં વધારાની માગ

શાળા સંચાલક મહામંડળના પ્રવક્તા પંકજ પટેલના જણાવ્યા મુજબ છેલ્લા 7 વર્ષના 7 ટકા પ્રમાણે 49 ટકા ફીમાં વધારો કરવો, ફી વિકલ્પની શાળાઓમાં ફી વધારો આપવો અને ગ્રાન્ટેડ શાળાઓની ફીમાં વર્ગ દીઠ સરકાર જે 1800 રૂપિયા આપે છે તે વધારીને 5000 રૂપિયા કરવાની માગ કરી છે.

Input Credit- Narendra Rathod- Ahmedabad

આ પણ વાંચો:  અમદાવાદ: પ્લાસ્ટિક ખાવાથી ગાયોના મોત થયાનો પીએમ રિપોર્ટમાં ખૂલાસો, કોંગ્રેસના આરોપ બાદ CNCDએ જારી કર્યો વીડિયો

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 11:37 pm, Sun, 10 December 23

Next Video