સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, 2016માં નાપાસ વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપી શકશે

આ નિર્ણયથી નાપાસ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવા માટેની એક તક મળશે. તેમજ અનેક વિદ્યાર્થીઓને તેનાથી લાભ થશે. ફરીથી પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ 12 જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી યુનિવર્સિટીની વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા વર્ષ 2016માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ (Students) માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ 2016માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ હવે ફરી પરીક્ષા આપી શકશે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા (Exam) આપી શકે તે માટે એક મુદત વધારવાનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે.

અનેક રજૂઆતો મળતા નિર્ણય

સામાન્ય રીતે કોઇ પરીક્ષાર્થી કોઇ વિષયમાં નાપાસ થયો હોય ત્યારે તેના કોર્સના વર્ષ પુરા થયા બાદ એક મુદત વધુ પરીક્ષા માટે મળતી હોય છે. જો કે ગત વર્ષે કોરોનાની સ્થિતિ હોવાથી કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહ્યા હતા. જેને લઇને યુનિવર્સિટીને અનેક રજૂઆતો મળી હતી. રજૂઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિતીન પેથાણી દ્વારા અંતે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાની એક મુદત વધારી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

12 જાન્યુઆરીથી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે

આ નિર્ણયથી નાપાસ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવા માટેની એક તક મળશે. તેમજ અનેક વિદ્યાર્થીઓને તેનાથી લાભ થશે. ફરીથી પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ 12 જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી યુનિવર્સિટીની વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. મહત્વનું છે કે આ પરીક્ષા ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના વિધાર્થીઓ પણ આપી શકશે.

આ પણ વાંચોઃ

Ahmedabad: બી.જે.મેડીકલ કોલેજની લેબને 24 કલાક કાર્યરત કરાઈ, કોરોના સેમ્પલના રિપોર્ટ ઝડપથી મળે તે માટે કરાઇ વ્યવસ્થા

આ પણ વાંચોઃ

કોરોના સંક્રમિત દર્દીઓને સ્પેશિયાલિસ્ટ તબીબોની મદદ મળે તે માટે ભાજપ ડોક્ટર સેલે કરી કોવિડ ટાસ્કફોર્સની રચના

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati