Gujarati Video : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર લીક થવા મામલે મળશે સિન્ડિકેટની બેઠક, BBA અને B.COMના બે કોર્ષ થાય તેવી શક્યતા

Gujarati Video : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર લીક થવા મામલે મળશે સિન્ડિકેટની બેઠક, BBA અને B.COMના બે કોર્ષ થાય તેવી શક્યતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 3:42 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) પેપર લીક કેસમાં હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગાંધીગ્રામ પોલીસે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ સાથે સંકળાયેલા લોકોના નિવેદનો લેવાની શરૂઆત કરી છે. યુનિવર્સિટીના કુલપતિએ આક્ષેપ કર્યો હતો કે B.COM અને BBAનું પેપર એચ.એન.શુક્લ કૉલેજમાંથી ફૂટ્યું હતું.

BBA અને B.COMનું પેપર લીક થવાના પ્રકરણમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એચ.એન.શુક્લ કૉલેજ દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યા છે. તેવામાં હવે યુનિવર્સિટીએ કૉલેજ સામે પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ટૂંક સમયમાં સિન્ડિકેટ બેઠક બોલાવશે. જેમાં એચ.એન.શુક્લ કૉલેજના બે કોર્ષ કરાય તેવી શક્યતા છે. BBA અને B.COMના કોર્ષ રદ કરવાના પગલાં લેવાઈ શકે છે. કારણ કે અગાઉના પેપરલીક પ્રકરણમાં યુનવર્સિટીએ આ જ પ્રકારની કામગીરી કરી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કેસમાં હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગાંધીગ્રામ પોલીસે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ સાથે સંકળાયેલા લોકોના નિવેદનો લેવાની શરૂઆત કરી છે. યુનિવર્સિટીના કુલપતિએ આક્ષેપ કર્યો હતો કે B.COM અને BBAનું પેપર એચ.એન.શુક્લ કૉલેજમાંથી ફૂટ્યું હતું. જેને લઈ યુનિવર્સિટીએ એચ.એન.શુક્લ કૉલેજના કર્મચારી જીગર ભટ્ટ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ પુરાવા એકત્ર કર્યા બાદ તેની ધરપકડ કરે તેવી શક્યતા છે, તો બીજીતરફ એચ.એન.શુક્લ કૉલેજના સંચાલક અને કોર્પોરેટર નેહલ શુક્લએ કૉલેજ પરના તમામ આરોપો ફગાવી દીધા હતા.

પેપરલીક કાંડમાં 111 દિવસ બાદ નોંધાઈ ફરિયાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલીક કાંડમાં આખરે 111 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે 12 ઓક્ટોબરના રોજ BBA અને B.COMના રોજ પેપર ફૂટ્યું હતું. બંને પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. યુનિવર્સિટીના રજીસ્ટ્રારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જીગર ભટ્ટ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જીગર ભટ્ટ એચ.એન.શુક્લ કૉલેજનો કર્મચારી છે. આ જ કૉલેજમાંથી પેપર ફૂટ્યું હતું. આ કૉલેજ ભાજપના કોર્પોરેટર અને આગેવાન નેહલ શુક્લની છે. જેના પર આરોપ છે તે જીગર ભટ્ટ કોર્પોરેટર નેહલનો અંગત મદદનીશ પણ છે. જોકે નેહલ શુક્લ પોતાની કૉલેજમાંથી પેપર ન ફૂટ્યું હોવાનો દાવો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજકીય કિન્નાખોરી રાખીને આ આક્ષેપ લગાડવામાં આવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">