Gujarat Rain Update Video: 24 કલાકમાં સૌથી વધુ ભાવનગરમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો, કચ્છમાં સીઝનનો સૌથી વધુ 130 ટકા વરસાદ વરસી ગયો

|

Jul 24, 2023 | 9:48 AM

24 કલાકમાં સૌથી વધુ ભાવનગરમાં (Bhavnagar) પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો કોટડા સાંગાણીમાં 4, લાલપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. બાબરા, લોધીકા, ખંભાળિયામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે.

Monsoon 2023 : ગુજરાતમાં વરસાદનું (Rain) જોર ધીમુ પડી રહ્યુ છે. 24 કલાકમાં સૌથી વધુ ભાવનગરમાં (Bhavnagar) પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો કોટડા સાંગાણીમાં 4, લાલપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. બાબરા, લોધીકા, ખંભાળિયામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. ગાંધીધામ, સુરત, કલ્યાણપુર અને શિહોરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉમરપાડા, વેરાવળ, ગઢડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. ડોલવણ, કપરાડા, વ્યારા, ઉંઝા, સતલાસણામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. તો નાંદોદ, સુત્રાપાડા, ઇડર, ઉમરાળા, રાજકોટમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો-Botad : સતત વરસાદને કારણે ખેતરમાં ઉભા પાકમાં પાણી ભરાયા, ખેડૂતોને મગફળી, કપાસના પાકને નુકશાન થવાની ભીતિ, જુઓ Video

ગુજરાતમાં સીઝનના વરસાદની વાત કરીએ તો સરેરાશ 70 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં સૌથી વધુ 130 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં 103 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં 53.56 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 60, દક્ષિણ ગુજરાતમાં 56.04 ટકા વરસાદ નોંધાયો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video