રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ, કોંગ્રેસ આગેવાને સરકાર સમક્ષ કરી મદદની માગ

રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ, કોંગ્રેસ આગેવાને સરકાર સમક્ષ કરી મદદની માગ

| Edited By: | Updated on: Oct 25, 2026 | 6:21 PM

રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે લીલા ઘાસચારાની ગંભીર અછત સર્જાઈ છે. માલધારીઓ અને પશુપાલકો માટે ઘાસચારાના ઊંચા ભાવ પોસાતા નથી, જેથી તેમની કફોડી સ્થિતિ બની છે. કોંગ્રેસના આગેવાને સરકાર સમક્ષ સસ્તા ભાવે ઘાસચારો પૂરો પાડવા, પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવા અને તાત્કાલિક કેટલ કેમ્પ શરૂ કરવાની માગણી કરી છે, જેથી પશુધન અને માલધારીઓને બચાવી શકાય.

આ વર્ષે સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થતા પાણી અને ઘાસચારાની અછત વર્તાઈ રહી છે. જેના કારણે ખેડૂતો, પશુપાલકો અને માલધારીઓની કફોડી સ્થિતિ સર્જાઈ છે. એકતરફ ખાતરના ભાવ વધ્યા છે, પાણી મળી નથી રહ્યુ, ઘાસચારાની પણ અછત છે ત્યારે માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ તકે કોંગ્રેસના માલધારી આગેવાને સરકાર પાસે માલધારીઓને ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની માગ કરી છે. તેમજ પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવાની પણ માગ કરી છે. સૌરાષ્ટ્રના પશુઓ માટે મકાઈ અને લીલા ચારાની અછત સર્જાઈ છે. સરકાર સસ્તા કે રાહત ભાવ ઘાસચારો ઉપલબ્દ કરાવે તેવી માગ થઈ રહી છે. તાત્કાલિક કેટલ કેમ્પ શરૂ કરી પશુપાલકોને રાહત તેવી વ્યવસ્થા કરવાની માગ કરી છે.

માલધારી આગેવાને જણાવ્યુ કે હાલ લીલા ઘાસચારાનો ભાવ રૂ.200 થી પણ વધુ છે. જ્યારે સૂકા ઘાસચારાનો ભાવ રૂ. 650 થી રૂ. 700 છે. આટલા ઊંચા ભાવ માલધારીઓને પોસાતા નથી. ઓછા વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિમાં સરકારની જવાબદારી છે કે તેઓ પશુધન બચાવી માલધારીઓને પણ બચાવે. જેથી લોકોને દૂધની અછત ન સર્જાય. તેમનુ કહેવુ છે કે જો નીણ અને ઘાસચારો નહીં હોય તો દૂધની વ્યવસ્થામાં પણ અછત આવશે.

Rajkot સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખે વીજપોલ વળતર મુદ્દે સરકાર સાથે કરી મધ્યસ્થી બેઠક, ખેડૂતોની ત્રણ માગો મુદ્દે સરકાર હકારાત્મક હોવાનો કર્યો દાવો

Follow Us
Loading...
Unable to load recommendations.