AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: વિધાનસભા ચૂંટણી પહેલા સરદાર પટેલ સેવા ગ્રુપ થયુ સક્રિય, કલોલથી ઊંઝા સુધીની રેલીનું કરાવ્યુ પ્રસ્થાન

Gandhinagar: વિધાનસભા ચૂંટણી પહેલા સરદાર પટેલ સેવા ગ્રુપ થયુ સક્રિય, કલોલથી ઊંઝા સુધીની રેલીનું કરાવ્યુ પ્રસ્થાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 1:50 PM
Share

સરદાર પટેલ સેવા ગ્રુપ સક્રિય થવા સાથે કલોલથી ઊંઝા સરદાર પટેલ સેવા દળની આશીર્વાદ યાત્રા શરુ થઇ છે. જય સરદાર જય પાટીદાર અને જય ઉમિયાના નાદ સાથે મહારેલીનો પ્રારંભ થયો હતો.

વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા સરદાર પટેલ સેવા ગ્રુપ (Sardar Patel Seva Group) સક્રિય થયું છે. સરદાર પટેલ સેવા ગ્રુપ (SPG) દ્વારા ગાંધીનગરના કલોલથી મહારેલીની શરૂઆત કરવામાં આવી. આ રેલીમાં 300 કાર અને 500 બાઇકનો કાફલો જોડાયો.

ગાંધીનગરના કલોલથી સરદાર પટેલ સેવા ગ્રુપ દ્વારા એક મહારેલી કાઢવામાં આવી. આ રેલીમાં મોટી સંખ્યામાં ગુજરાતના સરદાર પટેલ સેવા ગ્રુપ મહિલા અને પુરુષ સભ્યો જોડાયા. 300 જેટલી કાર અને 500 જેટલા બાઈકો સાથે રેલી કાઢવામાં આવી. ગાંધીનગરના કલોલથી શરૂ થયેલી રેલી વાયા કડી, મહેસાણા થઈને ઉમિયાધામ ઊંઝા મંદિર જશે. રેલી કલોલ પંચવટી હનુમાન મંદિરથી શરુ થઈ કડી, નંદાસણ, મહેસાણાથી ઊંઝા ઉમિયા મંદિર જશે. જે પછી જ્યાં મા ઉમિયાના આર્શીવાદ લઈને SPG આગળના કાર્યક્રમોની વિધિવત શરૂઆત કરશે.

સરદાર પટેલ સેવા ગ્રુપ સક્રિય થવા સાથે કલોલથી ઊંઝા સરદાર પટેલ સેવા દળની આશીર્વાદ યાત્રા શરુ થઈ છે. જય સરદાર જય પાટીદાર અને જય ઉમિયાના નાદ સાથે મહારેલીનો પ્રારંભ થયો હતો. સરદાર પટેલ સેવા ગ્રુપના અધ્યક્ષ અશ્વિન પટેલે મા ઉમિયા અને સરદાર પટેલની છબીના આશીર્વાદ લઈ આરતી કરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતુ. આ મહારેલીમાં મોટી સંખ્યામાં સરદાર પટેલ ગ્રુપના લોકો જોડાયા હતા. આ રેલીમાં SPG ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશ્વિન પટેલ, ઉપાધ્યક્ષ સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ, મહામંત્રી પૂર્વિંન પટેલ સહિતના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા.

આ પણ વાંચો- Kutch: BSF,આર્મી અને એરફોર્સે સંયુક્ત ઓપરેશનથી સમુદ્રમાંથી ઝડપાયેલી 11 બોટના ફરાર 6 માછીમારોને શોધી કાઢ્યા

આ પણ વાંચો- Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની BHMSની રેગ્યુલર પરીક્ષા અચાનક મોકુફ, 15 હજાર વિદ્યાર્થીઓમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">