ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા પહેલા આ સમાચાર વાંચજો, નહીંતર ખાવા પડશે RTO ઓફિસના ધક્કા,જુઓ Video

| Edited By: | Updated on: May 17, 2024 | 1:00 PM

રાજ્યમાં ફરી એક વાર RTOનું સર્વર ખોટકાતા વાહનચાલકોની સમસ્યામાં વધારો થયો છે. RTOનું સારથિ સર્વર મેન્ટેનન્સના કારણે બંધ રાખવામાં આવ્યુ છે. જેના પગલે આગામી 2-3 દિવસ સુધી વાહનચાલકો ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે નહીં.

સર્વરની કામગીરી ચાલુ થયા બાદ ડ્રાઈવિંગ ટેસ્ટ માટે ફરી બોલાવાશે.પ્રાપ્ત થતી વિગત અનુસાર ગુજરાતની સાથે દેશભરમાં સારથિનું સર્વર બંધ કરાયુ છે. જો કે માર્ચ મહિનામાં પણ સારથિ સર્વર બંધ રહ્યું હતુ. માર્ચ મહિનામાં ડ્રાઈવિંગ ટ્રેક આશરે 20 દિવસ બંધ રહ્યો હતો.

સારથિ સર્વર બંધ થતા ડ્રાઈવિંગનો ટેસ્ટ આપતા લોકોને તો હાલાકી પડશે. પરંતુ આ સાથે લાયસન્સ રિન્યુ કરનાર અને લર્નિંગ લાયસન્સ માટે આવનાર લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો