Rajkot Video : ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી, બહેનોની અસ્મિતાના સોદઓ થતો હોવાનો આક્ષેપ

|

Apr 16, 2024 | 2:39 PM

પરશોત્તમ રુપાલાના વિરોધના વંટોળ વચ્ચે ક્ષત્રિય સમાજના પદ્મિનીબા વાળા બાદ ગીતા બા પરમારનો પણ ઓડિયો વાયરલ થયો છે. ગીતા બા પરમારે પણ સંકલન સમિતિ સામે સવાલ ઉઠાવ્યા છે. ગીતા બાએ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી છે.

પરશોત્તમ રુપાલાના વિરોધના વંટોળ વચ્ચે ક્ષત્રિય સમાજના પદ્મીનીબા વાળા બાદ ગીતા બા પરમારનો પણ ઓડિયો વાયરલ થયો છે. ગીતા બા પરમારે પણ સંકલન સમીતિ સામે સવાલ ઉઠાવ્યા છે. ગીતા બાએ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી છે.

16 તારીખે કેમ સંમેલન ન રાખ્યું તેને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. ગઈ કાલે આવનારી રણનીતિ અંગે જાહેરાત ન કરી ? ગીતાબાએના વાયરલ ઓડિયોમાં સાંભળવા મળે છે કે પહેલા સંકલન સમિતીનો બહિષ્કાર કરો,પછી ભાજપનો બહિષ્કાર કરજો. આ ઉપરાંત સંકલન સમિતિ બહેનોની અસ્મિતાના સોદા કરી રહી હોવાનો પણ ગીતા બા પરમારનો આક્ષેપ.

બીજી તરફ પદ્મીનીબાનો ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોમાં પદ્મિનીબા વાળાએ સંકલન સમિતી પર સવાલો ઉઠાવ્યા છે. તેઓ બોલી રહ્યા છે કે રાજકોટના સંમેલનમાં કોઇ મહત્વનો નિર્ણય આવ્યો નથી. પદ્મીનીબા ઓડિયોમાં બોલી રહ્યા છે કે સમાજના લોકો શું ભાષણ સાંભળવા આવ્યા હતા ?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video