Salangpur Temple Controversy: ભીંતચિત્રો દૂર કરવા મામલે ઇન્દ્રભારતી બાપુએ કહ્યું-સનાતનીઓનો વિજય થયો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 03, 2023 | 6:38 PM

સાધુ મંડળ પ્રમુખ ઈન્દ્રભારતી બાપુએ આ નિર્ણયને સનાતનીઓનો વિજય ગણાવ્યો છે. હવે પછી થી આવા કોઈ ચિત્રો સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ના મુકવામાં આવે એવી અપીલ કરી છે. આ જે તમે જે બાંહેધરી આપી છે, એ મુજબ ચિત્રો હટી જ જવા જોઈએ. ના હટાવો તો પછી હટી જ જાય.

વિવાદીત ભીંતચિંત્રો મામલે હવે વિવાદનો અંત આવ્યો છે. ફરીથી આમ નહીં થાય એમ કોઠારી સ્વામી દ્વારા બાંહેધરી આપી છે. ટૂંક સમયમાં જ નિરાકરણ લાવવાની વાત કરવામાં આવી છે. બે દિવસનો સમય માંગવામાં આવ્યો છે. કોઠારી સ્વામીએ બે દિવસમાં જ વિવાદીત ભીંતચિત્રો દૂર કરવામાં આવશે. સાથે જ સંપ્રદાયના કથાકારોને પણ મર્યાદા જાળવવામાં આવે અને આડુ અવળુ નહીં બોલવામાં આવે એવી પણ બાંહેધરી આપવામાં આવી છે.

આ દરમિયાન ગીરનારથી સાધુ મંડળ પ્રમુખ ઈન્દ્રભારતી બાપુએ આ નિર્ણયને સનાતનીઓનો વિજય ગણાવ્યો છે. હવે પછી થી આવા કોઈ ચિત્રો સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ના મુકવામાં આવે એવી અપીલ કરી છે. આ જે તમે જે બાંહેધરી આપી છે, એ મુજબ ચિત્રો હટી જ જવા જોઈએ. ના હટાવો તો પછી હટી જ જાય.

 

આ પણ વાંચોઃ  Sabarkantha: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ, સ્થાનિક યુવાનોએ શરુ કર્યુ અભિયાન, જુઓ Video

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો