કાશી વિશ્વનાથ ધામ કોરિડોરના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના 15 સંતો હાજર રહેશે

|

Dec 12, 2021 | 8:52 PM

ગુજરાતમાંથી ચૈતન્ય સંભુ મહારાજ, દિલીપદાસજી મહારાજ, સ્વામી નીજણનંદજી મહારાજ હાજર રહેશે. તો મહામંડલેશ્વર અવધકિશોર દાસજી, નૌતમ સ્વામી સહિતના સંતો કાશીમાં હાજરી આપશે.

મહાદેવની નગરી કાશીમાં(Kashi)  ભવ્ય કોરિડોરનું દેશ-વિદેશના હિંદુઓનું(Hindu) સ્વપ્ન સાકાર થયું છે.કાશી વિશ્વનાથ ધામ કોરિડોરના(Corridor)  લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન મોદી(PM Modi)  સાથે દેશભરના સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. ગુજરાતમાંથી ચૈતન્ય સંભુ મહારાજ, દિલીપદાસજી મહારાજ, સ્વામી નીજણનંદજી મહારાજ હાજર રહેશે. તો મહામંડલેશ્વર અવધકિશોર દાસજી, નૌતમ સ્વામી સહિતના સંતો કાશીમાં હાજરી આપશે.

જ્યારે દિલીપદાસજી મહારાજે કહ્યું અયોધ્યામાં રામ મંદિર જેવા જ આનંદની લાગણી સંત સમાજ અનુભવી રહ્યો છે.

ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણ માટેની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. જો કે હવે કાશીની તસવીર નવા રૂપમાં જોવા મળશે. પીએમ મોદી 13 ડિસેમ્બર એટલે કે સોમવારે તેનું લોકાર્પણ કરશે. આ માટે, સીએમ યોગી આદિત્યનાથની યોજના પર સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર કાશીને સુંદર બનાવવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે.

આ સાથે કાશીના રહેવાસીઓએ પણ તેમના મહેમાનોના સ્વાગત માટે મંદિરો, કુંડો, ગંગા ઘાટ વગેરેની સફાઈ શરૂ કરી દીધી છે અને સમગ્ર શહેરને રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે. હાલમાં લોકાર્પણ બાદ કાશી વિશ્વનાથનો પ્રસાદ ઘરે-ઘરે પહોંચાડવામાં આવશે. પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ શ્રી કાશી વિશ્વનાથ ધામ હવે તેના અંતિમ મુકામ તરફ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે તેમના સંસદીય ક્ષેત્રમાં આવશે અને શ્રી વિશ્વનાથ ધામને જનતાને સોંપશે.

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા

આ પણ વાંચો : ગુજરાતના સીએમ બે દિવસ વારાણસી-કાશીમાં, 13-14 ડિસેમ્બરે નાગરિકોને નહિ મળી શકે 

Published On - 8:49 pm, Sun, 12 December 21

Next Video