અમદાવાદની જીવનદાયિની સાબરમતી નદીની દુર્દશા, GPCB દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, જુઓ વીડિયો

અમદાવાદની જીવનદાયિની સાબરમતી નદીની દુર્દશા, GPCB દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Apr 12, 2024 | 11:30 AM

અમદાવાદની સાબરમતી નદીને જીવનદાયિની નદી માનવામાં આવે છે. પરતું આ અમદાવાદ મનપાના સત્તાધીશોની ઘોર બેદરકારીના પાપે હાલ આ જીવનદાયિની નદીની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ઠેર ઠેર સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

અમદાવાદની સાબરમતી નદીને જીવનદાયિની નદી માનવામાં આવે છે, પરતું આ અમદાવાદ મનપાના સત્તાધીશોની ઘોર બેદરકારીના પાપે હાલ આ જીવનદાયિની નદીની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ઠેર ઠેર સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાબરમતીના આવા હાલ પાછળ જો કોઈ જવાબદાર હોય તો તે કેમિકલમાફિયાઓ છે.

લોકોનો આક્ષેપ છે કે સાબરમતી નદીમાં કેમિકલ તેમજ ડ્રેનેજના ગંદા પાણી છોડવામાં આવે છે. જેના કારણે નદીમાં પ્રદૂષિણની સાથે ગંદકીથી ભરપૂર થઈ ગઈ છે. નદીમાં સફાઈ ન થતી હોવાનો પણ સ્થાનિકોની ફરિયાદ છે. તો હાઇકોર્ટની ફટકાર બાદ પણ કોર્પોરેશન અને GPCB દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે સાબરમતીની સફાઈ પાછળ કરોડોના ખર્ચાના જે બણંગા ફૂંકવામાં આવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો