સાબરકાઠા: હિંમતનગરમાં કોલેજના મુખ્ય ગેટ પાસે એક મહિનાથી ભરાયા વરસાદી પાણી, વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી પરંતુ તંત્ર નથી કરતુ કોઈ કામગીરી

|

Aug 08, 2022 | 2:45 PM

Sabarkatha: હિંમતનગરમાં છેલ્લા 6 મહિનાથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા પર ખાડા કરી દેવાયા છે પરંતુ ત્યારબાદ આ ખાડાઓના સમારકામની કોઈ કામગીરી કરાઈ નથી હાલ આ ખાડાઓને કારણે કોલેજ પાસે એક મહિનાથી પાણી ભરાયુ છે જેના કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

સાબરકાંઠા (Sabarkatha)માં વરસાદી પાણી ભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હિંમતનગર (Himmatnagar) માં કોલેજ પાસે વરસાદી પાણીનો ભરાવો (Water Logging) થયો છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ 6 મહિનાથી ખાડાઓ ખોદ્યા છે. ખાડાઓ પુરવામાં ન આવતા હવે વિદ્યાર્થીઓને હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે. કોલેજમાં આવતા વિદ્યાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થવુ પડે છે. કોલેજના મેઈન ગેટ પાસે છેલ્લા એક મહિનાથી તળાવની જેમ પાણી ભરાયેલુ છે. જેના કારણે કોલેજના આર્ટ્સ સાઈન્સ કોમર્સ અને ફાર્મસી સહિત વિશાળ શૈક્ષણિક સંકુલના હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. અનેક રજૂઆતો કરવા છતા વિદ્યાર્થીઓની પરેશાની સામે સ્થાનિક તંત્ર કોઈ પગલા લેતુ નથી.

કોલેજ પાસે એક મહિનાથી ભરાયુ વરસાદી પાણી

તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી મોટા મોટા દાવા કરવામાં આવે છે પરંતુ નક્કર કોઈ કામગીરી કરાતી નથી. પાણી સતત ભરાયેલુ રહેવાને કારણે કોલેજમાં પહોંચવુ જ મુશ્કેલીભર્યુ બન્યુ છે. છેલ્લા 6 મહિનાથી કરેયેલા ખાડા બુરવાની તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ ચોમાસાની સિઝનને કારણે વરસાદ પડવાથી આ ખાડાઓમાં સતત પાણી ભરાયેલુ રહેછે જેના કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ગંદુ પાણી ભરાયેલુ હોવાના કારણે વિદ્યાર્થીઓને પાણીમાંથી ચાલીને પસાર થવુ પડે છે. જેમા કોલેજમાં પ્રવેશતા પહેલા જ તેમના કપડા ગંદા થઈ જાય છે અને ગંદા કપડા સાથે જ કોલેજમાં જવુ પડે છે. જેના કારણે તેમને અભ્યાસમાં પણ મન લાગતુ નથી.
આ પાણી ભરાવાની સમસ્યાને લઈને વિદ્યાર્થીઓથી લઈને કોલેજના સત્તાધિશો દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે છતા તંત્ર દ્નારા પાણીના નિકાલની કે ખાડાઓ બુરવાની કોઈ કામગીરી કરાઈ નથી. તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પણ આ વિસ્તારના સમારકામની કોઈપણ પ્રકારની કામગીરી કરાતી નથી.

ઈનપુટ ક્રેડિટ- અવનિશ ગોસ્વામી- સાબરકાઠા

Next Video