Sabarkantha : હિંમતનગરમાં  SOGએ ગેરકાયદે ઘૂસણખોરી કરનાર 8 બાંગ્લાદેશીને ઝડપ્યા, જુઓ Video

Sabarkantha : હિંમતનગરમાં SOGએ ગેરકાયદે ઘૂસણખોરી કરનાર 8 બાંગ્લાદેશીને ઝડપ્યા, જુઓ Video

| Edited By: | Updated on: May 31, 2023 | 8:40 AM

હિંમતનગરમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર આઠ બાંગ્લાદેશી શખ્સોને SOGની ટીમે ઝડપી પાડ્યાં છે. બાતમીને આધારે SOGની ટીમે પૂજા ફેશન ફેક્ટરીમાં તપાસ કરી હતી.

સાબરકાંઠાના હિંમતનગરમાં ગેરકાયદે બાંગ્લાદેશી લોકોની ઘૂસણખોરીનો પર્દાફાશ થયો છે. હિંમતનગરમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર આઠ બાંગ્લાદેશી શખ્સોને SOGની ટીમે ઝડપી પાડ્યાં છે. બાતમીને આધારે SOGની ટીમે પૂજા ફેશન ફેક્ટરીમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન આઠ શખ્સો પાસે પોલીસે આધાર પુરાવા માગ્યા હતા.

આ પણ વાંચો : Sabarkantha Rain: સાબરકાંઠામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે કમોસમી વરસાદ

બાંગ્લાદેશી શખ્સોને બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરાઈ

પરંતુ એક પણ વ્યક્તિ પાસે કોઇ પણ પુરાવો મળ્યો નો હતો. જેથી પોલીસે આઠ બાંગ્લાદેશી લોકોને ઝડપી પાડ્યાં હતા. ઝડપાયેલા તમામ બાંગ્લાદેશી શખ્સોને બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે પોલીસે ફેક્ટરીના વહીવટદાર સામે પણ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી છે.

સાબરકાંઠા અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો