Sabarkantha : ઇડરિયા ગઢ પરથી વહ્યા પાણી, પ્રાચીન કુંડ પાણીથી છલકાયા, જુઓ નયમરમ્ય દ્રશ્યો

| Edited By: | Updated on: Aug 23, 2022 | 5:34 PM

વરસાદને પગલે  ઇડર ગઢ  (Idar gadh) પરથી નાના ઝરણા વહેતા થયા છે જેને કારણે મનોહર દ્રશ્યો  જોવા મળી રહ્યા છે. વરસાદ થવાની સાથે  પ્રાચીન કુંડ જેવા કે લખુમાતળાવ અને તળેટીના પ્રાચીન કુંડમાં નવા પાણી ભરાયા છે.  તો ઇડરના મધ્યમાં આવેલા રમલશ્વર તળાવ અને  રાણી  તળાવ તથા  મહાકાલેશ્વર તળાવ પણ પાણીથી ભરાઈ ગયા છે.

અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં અતિભારે વરસાદ વરસી શકે છે. આગાહી મુજબ સાબરકાંઠામાં  ભારે વરસાદ થઈ રહ્યો છે અને ઇડર  (Idar ) શહેરમાં વરસાદી પાણી નદીની માફક વહી રહ્યું છે. ખાસ તો  ઇડરિયો ગઢ વાદળોથી ઘેરાઈ ગયો છે અને ચોતરફ હરિયાળી સાથે વાદળછાયા વાતાવરણ અને વરસાદમાં નયનરમ્ય દ્રશ્યો  જોવા મળી રહ્યા છે. ગઢ ઉપરથી પાણી વહેતા ખૂબ જ નયનરમ્ય દ્રશ્યો  જોવા મળ્યા છે.

પ્રાચીન કુંડ અને તળાવમાં આવ્યા પાણી

સાબરકાંઠા જિલ્લામાં વરસાદને પગલે  ઇડર ગઢ  (Idar gadh) પરથી નાના ઝરણા વહેતા થયા છે જેને કારણે મનોહર દ્રશ્યો  જોવા મળી રહ્યા છે. વરસાદ થવાની સાથે  પ્રાચીન કુંડ જેવા કે લખુમાતળાવ અને તળેટીના પ્રાચીન કુંડમાં નવા પાણી ભરાયા છે.  તો ઇડરના મધ્યમાં આવેલા રમલશ્વર તળાવ અને  રાણી તળાવ તથા  મહાકાલેશ્વર તળાવ પણ પાણીથી ભરાઈ ગયા છે.

તો બનાસકાંઠા, (banaskantha) પાટણ અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પાટણ શહેરમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે. શહેરના (patan city) મુખ્ય રોડ પર પાણી ફરી વળતા લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો નીચાણવાળી સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે.

બનાસકાંઠાના વડગામ પંથકમાં પણ મેઘાની તોફાની બેટિંગ

બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ છવાયો છે. અંબાજી હાઇવે (Ambaji) પર પણ ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે તો મુમનવાસ નજીક હાઇવે પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગતરાત્રિથી વડગામ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે.ઉત્તર ગુજરાતમાં અતિભારે પડવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં અતિભારે વરસાદ વરસી શકે છે.જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.વરસાદની (Rain) સાથે સાથે ઝડપી પવન ફૂંકાવાના પણ સંકેત છે. હવામાન વિભાગ પ્રમાણે આજે અને આવતીકાલે ભારે વરસાદની (heavy rain) શક્યતા છે.

 

 

Published on: Aug 23, 2022 05:31 PM