AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: બે કાંઠે વહી હાથમતી નદી, ઉપરવાસમાં વરસાદથી નદીમાં આવેલા નવા નીર જોવા ઉમટયા લોકો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 5:04 PM
Share

Sabarkantha: વિજયનગરના પાલ ચિતરિયા પાસેથી પસાર થતી હાથમતી નદીમાં પણ આ વરસાદની અસર જોવા મળી રહી છે. હાથમતી નદીમાં એટલા નીર આવ્યા છે કે નદી બે કાંઠે વહી રહી છે.

Sabarkantha: વિજયનગરમાં આવેલી હાથમતી નદીમાં નવા નીર જોવા મળ્યા છે. રાજસ્થાનના ઉપરવાસમાં વરસાદની અસર નદીમાં જોવા મળી રહી છે.

સાબરકાંઠાના વિજયનગરમાં વરસાદની અસર જોવા મળી રહી છે. વિજયનગરના પાલ ચિતરિયા પાસેથી પસાર થતી હાથમતી નદીમાં પણ આ વરસાદની અસર જોવા મળી રહી છે. હાથમતી નદીમાં એટલા નીર આવ્યા છે કે નદી બે કાંઠે વહી રહી છે. રાજસ્થાનમાં ઉપરવાસ વિસ્તારમાં વરસાદની અસર વિજયનગરમાં જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાંથી વહેતી હાથમતી નદીમાં નવા નીર આવતા અહિયાંના લોકો પણ આ દ્રશ્યો જોવા ઉમટી પડ્યા છે.

રાજસ્થાનના સરહદી વિસ્તારના કણબઈ, ઉખડી ડબાચ સહિતના વિસ્તારમા ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે  હાથમતી નદી ગાંડીતૂર બનતા સ્થાનિક લોકો જોવા ઉમટયા હતા. પ્રકૃત્તિથી સજ્જ આ વિસ્તારની સુંદરતામાં વધારો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં ઘણી જગ્યાએ આજે વરસાદ જોવા મળ્યો હતો. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં છોટાઉદેપુર, વડોદરા અને પંચમહાલ પંથકમાં ભારે વરસાદ ખાબકયો છે. અને, વરસાદને કારણે આ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે.

 

આ પણ વાંચો: ‘લિફ્ટની સાથે સીડીઓ પણ છે’: સોલા સિવિલમાં બંધ લિફ્ટ પર આરોગ્ય પ્રધાનનો જવાબ, જુઓ જનતાની સમસ્યાના શું આપ્યા જવાબ

આ પણ વાંચો: Surat : “સ્માર્ટ સીટી “સુરત બન્યું “ખાડા સીટી” : મેયર ડેશબોર્ડ પર ફરિયાદોનો ઢગલો

g clip-path="url(#clip0_868_265)">