AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીનું પેપર લીક થતા તપાસનો ધમધમાટ, પુરાવા એકત્ર કરવા તજવીજ શરૂ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીનું પેપર લીક થતા તપાસનો ધમધમાટ, પુરાવા એકત્ર કરવા તજવીજ શરૂ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 10:12 PM
Share

પ્રાંતિજના ઉંછા ગામ નજીક તબીબના ફાર્મ હાઉસમાં પેપર લીકનું ષડયંત્ર રચાયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ પોલીસે ગત રાત્રીએ CCTV, DVR જપ્ત કરી તપાસ હાથ ધરી છે.

ગુજરાતના (Gujarat) સાબરકાંઠામાં (Sabarkantha) ગૌણ સેવા પસંદગી મંડળની (GSSSB) ભરતીનું પેપર લીક(Paper Leak) થવાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.પેપર લીક મામલે સાબરકાંઠા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.LCB અને પ્રાંતિજ પોલીસની ટીમ આક્ષેપિત સ્થળે તપાસ કરી રહી છે અને આક્ષેપ સામે પુરાવા એકત્ર કરવા તજવીજ હાથ ધરી છે.

તેમજ પોલીસે ઉંછા ગામને જોડતા તમામ રસ્તાના CCTV તપાસવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.મહત્વનું છે કે પ્રાંતિજના ઉંછા ગામ નજીક તબીબના ફાર્મ હાઉસમાં પેપર લીકનું ષડયંત્ર રચાયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ પોલીસે ગત રાત્રીએ CCTV, DVR જપ્ત કરી તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત હેડ કલાર્કની પરિક્ષાનું પેપર લીક થવાના આક્ષેપ સાથે રાજકારણ શરૂ થયું છે.. મહેસુલ કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપ્યુ હતુ.. કે પરીક્ષા લિક મામલે તપાસ ચાલુ છે..અમે કોઈ ભ્રષ્ટાચારને છાવરવા માંગતા નથી.. જો પેપરલિક થયું હશે તો કડક કાર્યવાહી થશે.

જ્યારે બીજી તરફ સુખરામ રાઠવાએ વિપક્ષ નેતાનો ચાર્જ સંભાળતાની સાથે નિવેદન આપ્યું હતુ કે, પેપર લીક થવાની ઘટના ભાજપના શાસનમાં સામાન્ય છે.. ભાજપના મળતીયાઓ પેપર લીક કરીને તેમના સ્નેહીઓને નોકરી અપાવે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 કેસ, એક દર્દીનું મૃત્યુ

આ પણ વાંચો : Kutch: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કલેકટરે આપ્યા આદેશ,આ નિયમોનુ પાલન કરવુ પડશે

Published on: Dec 14, 2021 10:12 PM
g clip-path="url(#clip0_868_265)">