Surendranagar Video : લિકેજના કારણે દેદાદરા ગામના ખેડૂતોએ પાણી કરાવ્યું બંધ, પાણી બંધ થતા ઝમમર ગામના ખેડૂતોમાં રોષ
ખેડૂતોના આ કજિયા પાછળનું કારણ નર્મદા કેનાલ છે. દેદાદરા અને ઝમમર ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. પરંતુ આ કેનાલમાં અનેક સ્થળે લિકેજ છે. ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહેલી આ કેનાલમાંથી પાણી લિક થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઝમમર અને દેદાદરા ગામના ખેડૂતો આમને-સામને આવી ગયા છે. ખેડૂતોના આ કજિયા પાછળનું કારણ નર્મદા કેનાલ છે. દેદાદરા અને ઝમમર ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. પરંતુ આ કેનાલમાં અનેક સ્થળે લિકેજ છે. ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહેલી આ કેનાલમાંથી પાણી લિક થાય છે.
દેદાદરા ગામના ખેડૂતોના ખેતરમાં પહોંચે છે. આથી દેદાદરા ગામના ખેડૂતોએ અરજી કરી કે પહેલા કેનાલનું સમારકામ કરો અને ત્યાર બાદ જ કેનાલમાં પાણી આપો. કારણ કે લિકેજવાળી કેનાલમાં પાણી આપવાથી જમીન બગડી રહી છે. ખેડૂતોની અરજીથી કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. પાણી બંધ થતાની સાથે જ બે ગામના ખેડૂતો વચ્ચે કંકાસ શરૂ થયો.
તો બીજી તરફ કેનાલનું પાણી બંધ થઈ જતા ઝમમર ગામના ખેડૂતોમાં રોષ ફેલાયો છે. પાણી બંધ થતા ખેડૂતોએ હોબાળો કર્યો અને બન્ને ગામના ખેડૂતો પાણી માટે આમને-સામને આવી ગયા. વઢવાણ પ્રાંત અધિકારી, નર્મદા વિભાગના અધિકારીઓની હાજરીમાં ખેડૂતો પાણી માટે બાખડ્યા. ઘટનાની જાણ થતા કલેકટરે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી. હાલ ખેડૂતો વચ્ચે સમાધન કરવા અધિકારીઓએ કવાયત હાથ ધરી છે.
