Amreli : અમરેલીના ગ્રામ્ય પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ Video

|

Oct 17, 2024 | 10:46 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાછોતરો વરસાદ પડી રહ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા ખાંભા શહેરના રોડ પર પાણી વહેતા થયા છે.

શાક માર્કેટમાં ફરી વળ્યા પાણી

ખાંભાના નાનુડી, દાઢીયાળી સહિત ગામોમાં  ધોધામાર વરસાદ વરસ્યો છે. બીજી તરફર વડીયા પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.  વડીયા પંથકમાં ગામડાઓમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ચલાલા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પાણી પાણી થયા છે.  ઝર,મોરઝર,ગોપાલગ્રામ,દહિડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ તરફ હિરામોતી ચોક,શાકમાર્કેટ સહિતના વિસ્તારોના માર્ગ પર પાણી ફરી વળ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે. તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. જો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથમાં વરસાદની આગાહી છે.

Next Video