Ahmedabad: AMCની ઢોર પકડ પાર્ટીની કામગીરી સામે પશુપાલકોનો વિરોધ, જુઓ Video

|

Sep 06, 2023 | 7:56 PM

અમદાવાદના વટવામાં ઢોર પકડ પાર્ટી સાથે માથાકૂટ થઇ, ઢોર પકડવા ગયેલી ટીમ સાથે પશુપાલકોએ માથાકૂટ કરી. ડેરીયાપરા ભરવાડવાસ વિસ્તારમાં સમગ્ર ઘટના બની છે. વધારાની દીવાલોનું દબાણ પણ AMCએ હટાવ્યું હતું. સ્થળ પર પોલીસ બંદોબસ્ત હોવા છતાં માથાકૂટ સર્જાઇ હતી. જોકે વધારાની દીવાલોનું દબાણ તોડવામાં આવ્યું હતું. AMCની કાર્યવાહીને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો હતો.

અમદાવાદના વટવામાં આજે ઢોર પકડવા ગયેલી AMCની ટીમ સાથે પશુપાલકોએ માથાકૂટ કરી. ઘટનાના વીડિયો સામે આવ્યા છે, જોઈ શકાય છે, કે વટવાના ડેરીયાપરા વિસ્તારમાં AMCની ટીમ ઢોર પકડવા ગઈ હતી. તે દરમિયાન પશુપાલકો અને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. પોલીસનો બંદોબસ્ત હોવા છતા ઉગ્ર માથાકૂટ થઇ હતી અને ઢોર લઇને નહોતા જવા દેતા.

આ પણ વાંચો : Iskcon Bridge Accident Case: તથ્ય પટેલે જે કારથી અકસ્માત સર્જેયો તે કાર મૂળ માલિકને પરત મળશે, ભરવો પડશે બોન્ડ, જુઓ Video

ઢોર પકડ પાર્ટીએ અનેક ઢોરને પકડ્યા અને પાંજરાપોળ ખાતે લઈ ગઈ. તેમજ પશુપાલકોએ કરેલા વધારાની દીવાલના દબાણ પણ તોડી પાડવામાં આવ્યા તો ઘટના દરમિયાન બે કર્મચારીને લાકડી વાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ઢોર પકડ પાર્ટી કામ ન કરે તો જનતાને મુશ્કેલી અને કામ કરે તો પશુપાલકોની દાદાગીરી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video