ગાંધીનગરઃ GSRTCની પરીક્ષામાં હોબાળો સર્જાયો, કેન્દ્રમાં પ્રવેશ નહીં આપતા ઉમેદવારોનો વિરોધ
GSRTC ની પરીક્ષામાં બેસવા નહીં દેવાને લઈ ઉમેદવારોએ ગાંધીનગરમાં વિરોધ નોંધાવ્યો છે. સેક્ટર 15ની કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોને બેવા દેવામાં આવ્યા નહોતો. કોલ લેટર આપ્યા ત્યારે ફી લેવાની કોઈ બાબત દર્શાવી નહોતી. પરંતુ હવે પરીક્ષા આપવાના સમયે ફી લેવાને લઈ વિવાદ સર્જાયો હતો.
GSRTC ની ભરતીને લઈ ઉમેદવારોને પરીક્ષામાં નહીં બેસવાને લઈને વિવાદ સર્જાયો છે. ગાંધીનગર શહેરમા આવેલ સેક્ટર 15ની કોલેજમાં આ વિવાદ સર્જાયો હતો. ઉમેદવારોને કોલેજમાં પરીક્ષા આપવા માટે બેસવા નહીં દેતા હોબાળો સર્જાયો હતો. પરીક્ષાના કોલ લેટર આપવા સમયે કોઈ ફી અંગે દર્શાવ્યુ નહોતું.
આ પણ વાંચો: ભ્રષ્ટાચારીઓમાં ACBના ફફડાટ વચ્ચે ગાંધીનગરની ટીમને 150 રુપિયા ‘લેતો’ ST ડ્રાઇવર હાથ લાગ્યો!
હવે જ્યારે ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા ત્યાં પરીક્ષાના દીવસે જ ફી ઉઘરાવતા હોબાળો સર્જાયો હતો. ઉમેદવારોએ પરીક્ષા આપવાને લઈ માંગણી કરીને વિરોધ કર્યો હતો. તેઓએ આ અંગે અધિકારીઓને પણ રજૂઆત કરી હતી. જોકે ઉમેદવારોને પરીક્ષા આપવા નહીં દેવાને લઈ વિવાદ વકર્યો હતો.
