Chhota Udepur : નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, બસપા અને ભાજપના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી, જુઓ Video

author
| Edited By: | Updated on: Feb 16, 2025 | 2:49 PM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે નગરપાલિકાની ચૂંટણી દરમિયના બબાલ થઈ છે. બસપા અને ભાજપના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બસપાના મહિલા ઉમેદવારના સમર્થક ઉશ્કેરાયા બાદ વિવાદ સર્જાયો છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે નગરપાલિકાની ચૂંટણી દરમિયના બબાલ થઈ છે. બસપા અને ભાજપના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બસપાના મહિલા ઉમેદવારના સમર્થક ઉશ્કેરાયા બાદ વિવાદ સર્જાયો છે. મતદાન કેન્દ્રમાં સમર્થકોના પ્રવેશ અંગે બંન્ને પક્ષ વચ્ચે માથાકૂટ થાય છે. તો સમગ્ર મામલે બસપા ઉમેદવારના સમર્થક અને ભાજપ ઉમેદવારના એજન્ટે એકબીજા પર ગંભીર આક્ષેપ કર્યા હતા.

ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં મતદારને ધમકી આપવાનો પ્રયાસ !

બીજી તરફ ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં મતદારને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો.  ભાજપને મત આપવા નસીમબેન જુણેજાએ ધાક ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પોતાને લેડી ડોન ગણાવી દિવ્યાંગ વ્યક્તિને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી યાકુબને થપ્પડ મારી ધાક ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે.  કોંગ્રેસના આગેવાનોએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. જો કે પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપી છે.