Rajkot : ધોરાજીમાં ઘણા સમયથી ધૂળ ખાતી RTPCR લેબ ફરી શરુ, 60 જેટલા ગામોને મળશે લાભ

| Edited By: | Updated on: Jan 16, 2022 | 6:39 AM

ધોરાજી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી RTPCR લેબ ધૂળ ખાતી હતી. જેના કારણે કોરોનાના લક્ષણો ધરાવતા લોકોને જો RTPCR ટેસ્ટ કરાવવો હોય તો છેક રાજકોટ જવુ પડતુ હતુ.

ગુજરાતમાં કોરોનાના કેસ (Corona case)માં ઘીમે ધીમે વધારો થઇ રહ્યો છે. રાજકોટ (Rajkot) જિલ્લામાં પણ કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. જેને લઇને રાજકોટના ધોરાજીમાં છેલ્લા કેટલાય સમયથી ધૂળ ખાતી RTPCR લેબ (RTPCR Lab) ફરી કાર્યરત કરવામાં આવી છે. જેના કારણે હવે ધોરાજી, જામકંડોરણાની આસપાસના ગામોના લોકોને રાજકોટ સુધી RTPCR ટેસ્ટ કરાવવા માટે જવુ નહીં પડે.

ધોરાજી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી RTPCR લેબ ધૂળ ખાતી હતી. જેના કારણે કોરોનાના લક્ષણો ધરાવતા લોકોને જો RTPCR ટેસ્ટ કરાવવો હોય તો છેક રાજકોટ જવુ પડતુ હતુ. જો કે ટીવી નાઈન દ્વારા ધોરાજીમાં RTPCR લેબ ધૂળ ખાતી હોવા અંગેનો અહેવાલ આપ્યા બાદ લેબને ફરી શરૂ કરવામાં આવી છે. અહેવાલ બાદ તાત્કાલિક લેબ કાર્યરત થઇ છે.

ધોરાજીમાં RTPCR લેબ શરુ થઇ જતા ધોરાજી, જામકંડોરણા શહેરો સહિત કુલ 60 જેટલા ગામના લોકોને હવે ટેસ્ટ કરાવવા માટે રાજકોટ સુધી ધક્કો નહીં ખાવો પડે. ધોરાજી RTPCR લેબમાં 200 જેટલા ટેસ્ટ થઈ શકે તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. હાલ અહીં 50થી 60 જેટલા ટેસ્ટ રોજ થઈ રહ્યા છે. ત્રીજી લહેરમાં લેબ શરૂ થતા લોકોને રાહત મળી છે.

મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરુઆત થઇ ગઇ છે. 15 જાન્યુઆરીએ ગુજરાતમાં કોરોનાના નવા 9177 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના કારણે સાત દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 2,621 કેસ, સુરતમાં 2,215 કોરોનાના નવા કેસ, વડોદરા પણ 1,211 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો રાજકોટમાં 438 કેસ અને રાજકોટ ગ્રામ્યમાં 149 કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ

Dwarka : કોરોનાના કેસો વધતા વહીવટીતંત્ર એલર્ટ, જાહેર કર્યા આ નિયમો

આ પણ વાંચોઃ

અરવલ્લી : શામળાજી મંદિર પૂનમના દિવસે બંધ રહેશે, કોરોના મહામારીને કારણે લેવાયો નિર્ણય