Panchmahal : લો બોલો ! ડામરના નિકાલ માટે ચાલુ વરસાદે રોડનું સમારકામ કર્યું હોવાનું કોન્ટ્રાક્ટરનું નિવેદન, જુઓ Video
ગુજરાત પર માવઠાનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં ચાલુ વરસાદે રોડનું સમારકામ કરી કોન્ટ્રાક્ટરે બુધ્ધિનું પ્રદર્શન કર્યું છે. ગોધરા-વડોદરા હાઈવે પર ચાલુ વરસાદમાં રોડ પર ડામર પેચની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સામાન્ય માણસને પણ ખબર પડે કે પાણી પડે તો ડામર ચોટીં ના શકે. આ વાત એજન્સીના ઈજનેરને ખબર પડતી નથી. ઈજનરે સમગ્ર ઘટનાનો લૂલો બચાવ કરતા જણાવ્યું કે એક ગાડી ભરીને ડામર આવી ગયો છે એટલે તેના નિકાલ માટે પેચ વર્ક હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે જ નિવેદન આપ્યું કે વરસાદ બાદ ફરી આ રોડનું કામ કરવામાં આવશે. ત્યારે રોડની ગુણવત્તાને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે.