Rajkot : RMCની ગાડી અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડાયા, જુઓ Video

Rajkot : RMCની ગાડી અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડાયા, જુઓ Video

| Edited By: | Updated on: Mar 01, 2025 | 2:48 PM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટમાં RMCની ગાડી અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. કારચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટમાં RMCની ગાડી અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. કારચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કાલાવડ રોડ તાલુકા પોલીસ સ્ટેશનની નજીક અકસ્માત થયો હોવાનું સામે આવી રહ્યું છે.

સુરતમાં ત્રિપલ અકસ્માત સર્જાયો

બીજી તરફ સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે પર ધામરોડ ગામમાં ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ધામરોડ પશુ કેન્દ્રની સામે ખાનગી બસ, કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. ટ્રાફિકમાં ઉભેલી બસને પાછળ આવતી કાર અને ટ્રકચાલકે ટક્કર મારી હતી. પાછળ આવતી ટ્રકે ટક્કર મારતા કાર, ટ્રક અને બસ વચ્ચે ફસાઈ ગઈ છે. JCBની મદદથી કારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડાયા છે. કારમાં સવાર 5 લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.