રાજકોટ(Rajkot)મહા નગરપાલિકાના ફૂડ વિભાગ(Food Department)દ્વારા શહેરના વિવિધ 27 જેટલા સ્થળોએ હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ(Cheking) હાથ ધર્યું હતું. જેમાં ફૂડ વિભાગે હોટેલ સરોવર પોર્ટીકોમાંથી 16 કિલો વેજ-નોનવેજ ફૂડનો નાશ કરાયો હતો. જ્યારે જવાહર રોડથી ત્રિકોણબાગ સુધીની ખાણી-પીણીની દુકાનોના વેપારીઓને નોટિસ પણ ફટકારાઈ છે. આ ઉપરાંત માતૃછાયા ડેરીમાંથી દૂધના શંકાસ્પદ નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જયારે ફૂડ વિભાગના ચેકિંગમાં દર્પણ ઝેરોક્ષ નામની દુકાનમાંથી વાસી કોલ્ડ્રિંક્સ પણ મળી આવ્યું હતું. જેના પગલે ફૂડ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે અલગ અલગ ફૂડનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગને મળતી ફરિયાદના આધારે કોર્પોરેશન દ્વારા રેડ કરીને તેની ચેકિંગ કરીને તેના નમૂના લેવામાં આવે છે. તેમજ તેના પરિણામ બાદ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં રાજકોટ કોર્પોરેશન દ્વારા દૂધમાં ભેળસેળની મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જેમાં અનેક સ્થળો પરના નમૂના લઈને જે તેની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ તેમા અનેક નમૂનાઓમાં ભેળસેળ માલુમ પડી હતી.જેના પગલે રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અનેક સ્થળોએ નોટિસ પણ ફટકારવામાં આવી હતી.
આ પણ વાંચો : Surat : સ્પા પર પોલીસના દરોડા, છ વિદેશી યુવતી સહિત 3 લોકો ઝડપાયા
આ પણ વાંચો : Gujarat માં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે કમર કસી, આટલી બેઠકો મેળવવાનો ટાર્ગેટ
Published On - 9:06 am, Fri, 28 January 22