રીવાબાએ કહ્યું મારે દેશ સેવા માટે ઍરફોર્સમાં જવુ હતુ પણ ત્યાં તો... કેમ રીવાબા ઍરફોર્સમાં ન જઈ શક્યા? - જુઓ વીડિયો

રીવાબાએ કહ્યું મારે દેશ સેવા માટે ઍરફોર્સમાં જવુ હતુ પણ ત્યાં તો… કેમ રીવાબા ઍરફોર્સમાં ન જઈ શક્યા? – જુઓ વીડિયો

Divyesh Vayeda
| Edited By: | Updated on: Dec 13, 2023 | 7:55 PM

જામનગરમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળાનું આયોજન થયુ હતુ. એ સમયે જામનગર ઉત્તરથી ધારાસભ્ય રીવાબા જાડેજાએ જણાવ્યુ કે પોતાની કારકિર્દી અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યુ કે મે પણ મિકેનિકલ એન્જિનિયરીંગ કરેલુ છે અને દેશસેવા માટે ઍરફોર્સમાં જવુ હતુ પણ ત્યાં તો મારી સગાઈ થઈ ગઈ.

જામનગરમાં જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળો યોજાયો હતો. એ સમયે જામનગર ઉત્તરથી ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કાર્યક્રમમાં ઉપસ્થિત યુવક યુવતીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપ્યુ. આ સમયે રિવાબાએ જણાવ્યુ કે મારે ઍરફોર્સમાં જવુ હતુ. મારે દેશસેવા માટે ઍરફોર્સમાં જવુ હતુ. મે ઍરફોર્સની રિટન એક્ઝામ ક્રેક પણ કરી લીધી હતી પરંતુ ત્યાં તો મારી સગાઈ થઈ એટલે હું એ ફિલ્ડમાં ન જઈ શકી.

મે મિકેનિકલ એન્જિનિયરીંગ કરેલુ છે- રીવાબા

વધુમાં સમયે રીવાબાએ તેમની ખુદની કારકિર્દી અંગે પણ વાત કરી. તેમણે જણાવ્યુ કે મે મિકેનિકલ એન્જિનિયરીંગ કરેલુ છે. એ સમયે મારા ક્લાસમાં હું એકમાત્ર દીકરી હતી અને બાકીના તમામ દીકરાઓ હતા. પરંતુ મારા પપ્પાએ કે મારા કાકાએ ક્યારેય એવુ ન વિચાર્યુ કે છોકરીઓ મિકેનિકલ એન્જિનિયરીંગ ન કરી શકે.

આ પણ વાંચો: રાજકોટના કારીગરની અદભૂત કારીગરી, જુઓ વેસ્ટમાંથી બેસ્ટના કલાત્મક નમૂના

મારે દેશસેવા માટે ઍૅરફોર્સમાં જવુ હતુ- રીવાબા

રીવાબાએ જણાવ્યુ કે એન્જિનિયરીંગ પુરુ કર્યા બાદ હું દેશ સેવા માટે આગળ વધવા માગતી હતી. આથી મે ઈન્ડિયન ઍરફોર્સ જોઈન કરવાનુ નક્કી કર્યુ પણ ત્યાં સગાઈ થઈ ગઈ હોવાથી ન જઈ શકી. તેમણે કારકિર્દી અંગે માર્ગદર્શન આપતા જણાવ્યુ કે ક્યારેય એવુ ન વિચારવુ કે મારી કેરિયર હવે ખતમ થઈ ગઈ. જ્યારે એક રસ્તો બંધ થતો હોય ત્યારે બીજા અનેક રસ્તાઓ ખુલી જતા હોય છે. જેમા ધીરજ અને આપણી ક્ષમતા પર વિશ્વાસ રાખવાની જરૂર હોય છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">