Ahmedabad ISKCON Car accident Video : ઋષિકેશ પટેલ સોલા સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની લીધી મુલાકાત, કારચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું આપ્યું આશ્વાસન

| Edited By: | Updated on: Jul 20, 2023 | 2:15 PM

કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં કડક કાર્યવાહીનું 9 મૃતકોના પરિવારોને આશ્વાસન આપ્યું છે. ઋષિકેશ પટેલ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા

ISKCON Car accident : કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં કડક કાર્યવાહીનું 9 મૃતકોના પરિવારોને આશ્વાસન આપ્યું છે. ઋષિકેશ પટેલ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે-ગુનાહિત ડ્રાઈવિંગ કરીને 9 લોકોને મૃત્યું સુધી પહોંચાડવાનું કામ કરનાર તથ્ય પટેલ ઉપર ખૂબ ગંભીર રીતે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad ISKCON Car Accident Video : અકસ્માતમાં માંડ માંડ બચેલા પ્રત્યક્ષદર્શીએ વર્ણવી સમગ્ર ઘટના, જાણો કેવી રીતે બન્યો બનાવ

રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ કાર્યવાહી કરશે. પરંતુ જે બનાવ બન્યો છે પરિવારજનોના દુઃખમાં રાજ્ય સરકાર અને રાજ્યની જનતા પરિવારજનોના દુઃખમાં સહભાગી છે. તેમણે કહ્યું કે- યુવાનો પોતાની મજા માટે ફૂલ સ્પીડમાં કાર હંકારતા હોય છે અને સ્ટંટ કરતા હોય છે. આ બાબતને ગંભીરતાથી લઈને રાજ્ય સરકાર જરૂરી એડવાઈઝરી જાહેર કરશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો