Surat: કોરોનાને લઇને લોકો થઇ રહ્યા છે સાવચેત, આરોગ્ય કેન્દ્ર પર રસી લેવા લોકોની સંખ્યા વધી

Surat: કોરોનાને લઇને લોકો થઇ રહ્યા છે સાવચેત, આરોગ્ય કેન્દ્ર પર રસી લેવા લોકોની સંખ્યા વધી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2022 | 1:33 PM

સુરતમાં (Surat) કોરોનાને લઇ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ એલર્ટ છે. પાલિકાના હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા ઉભી કરાઇ છે અને કોરોના પોઝિટિવ આવે તેના સેમ્પલને જીનોમ સીકવન્સમાં મોકલવા સૂચના અપાઈ છે.

કોરોનાના વધતા સકંટને લઇ ગુજરાતભરમાં સરકારથી લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ચુક્યું છે. ત્યારે ખાસ કરીને સુરત મહાનગરપાલિકા સતર્ક બન્યુ છે. કોરોનાના વધતા ખતરાને લઇને સુરત સિવિલ હોસ્પિટલ અત્યારથી એલર્ટ છે. સુરતમાં કોરોનાને લઇ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ એલર્ટ છે. પાલિકાના હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા ઉભી કરાઇ છે અને કોરોના પોઝિટિવ આવે તેના સેમ્પલને જીનોમ સીકવન્સમાં મોકલવા સૂચના અપાઈ છે. જોકે શહેરમાં 50 લાખમાંથી માત્ર 8 લાખ લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધા હોવાનો ખુલાસો થયો છે. ત્યારે નાગરિકોને પણ નવા વેરીએન્ટ સામે તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

તો સુરત મહાનગર પાલિકાની કેવી તૈયારી છે એ પણ જાણી લઈએ તો, મનપાના રાંદેર ઝોનમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર આશિષ નાયકની અધ્યક્ષતામાં તબીબોની મહત્વની બેઠક મળી. બેઠકમાં આગામી દિવસોમાં ટેસ્ટિંગ સહિત નવા વેરિયન્ટને પહોંચી વળવા તાકીદ કરવામાં આવી. સુરત મનપાએ સંભવિત કેસો અને દર્દીને દાખલ કરવાની સ્થિતિને ધ્યાને રાખીને 50-50 બેડની 4 હોસ્પિટલ શરૂ કરી છે. શહેરના અડાજણ, પાલ, વેસુ અને પાંડેસરા એમ ચાર વિસ્તારોમાં ચાર હોસ્પિટલ શરૂ થઇ છે. હોસ્પિટલમાં ઓક્સિજન, બેડ અને જરૂરી દવા સહિતની તમામ સુવિધાઓ ઉભી કરાઇ છે.

કોરોનાના આવી રહેલા જોખમ સામે અમદાવા, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરમાં આ વખતે પહેલી વારની જેમ કોઈપણ પ્રકારની ચૂક ન રહી જાય તેના માટે જડબેસલાક તૈયારીઓ જોવા મળી રહી છે. જે કંઈક અંશે રાહતની વાત બની રહેશે એવી લોકોને આશા છે.

g clip-path="url(#clip0_868_265)">