Rajkot News : મેળાની SOPને કારણે રાઈડ સંચાલકોમાં નારાજગી યથાવત, 12 ઓગસ્ટે થશે હરાજી, જુઓ Video
રાજકોટમાં દર વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે. મેળામાં રાઈડ સંચાલકો ભાગ લેશે કે નહીં તે અંગે હજુ પણ અવઢવ છે. મેળાની SOPને કારણે રાઈડ સંચાલકોમાં નારાજગી યથાવત છે.
Rajkot News : રાજકોટમાં દર વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે. જેમાં લાખો લોકો મેળાની મજા માણે છે. આ લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.મેળામાં રાઈડ સંચાલકો ભાગ લેશે કે નહીં તે અંગે હજુ પણ અવઢવ છે. મેળાની SOPને કારણે રાઈડ સંચાલકોમાં નારાજગી યથાવત છે. રાઈડ સંચાલકો હરાજીથી અળગા રહ્યાં હતા.
જિલ્લા કલેકટરે રાઈડ સંચાલકોને અંતિમ મુદ્દત આપી છે. મેળા માટે 12 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે હરાજી થવાની છે. મેળામાં યાંત્રિક રાઇડ્સ હશે કે નહીં તે અંગે સોમવારે નિર્ણય લેવામાં આવ્યો છે. TRP અગ્નિકાંડ બાદ વહીવટી તંત્રએ કડક નિયમો કર્યા છે. રાઈડ સંચાલકોએ આ નિયમોમાં છૂટ આપવાની માગણી કરી છે.