Gandhinagar: મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગર કલેકટર ઓફિસની ઓચિંતી મુલાકાત લીધી, થયો આ પર્દાફાશ
રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Rajendra Trivedi) આ વ્યક્તિ અને સર્કલ ઓફિસર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. આ સાથે જ રાજ્યની અન્ય સરકારી ઓફિસોમાં પોતાના સ્થાને અન્ય વ્યક્તિને મૂકવાનો ગેરકાયદે રેકેટ ચાલતું હશે તો કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.
ગાંધીનગર(Gandhinagar) કલેકટર ઓફિસમાં( Collector ) સરકારી અધિકારી પોતાની જગ્યાએ ગેરકાયદે લોકો રાખી કામ કરાવતા હોવાની અનેક ફરિયાદો મળી હતી. જેની બાદ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ(Rajendra Trivedi) ગાંધીનગર કલેકટર ઓફિસની ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં આ સરકારી ઓફિસોમાં કેટલાક સરકારી અધિકારી પોતાની જગ્યાએ ગેરકાયદે લોકો રાખી કામ કરાવતા હોવાનો પર્દાફાશ થયો છે. આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, કલેકટર ઓફિસે સર્કલ ઓફિસરે પોતાની જગ્યા કામ કરવા માટે બહારનો એક માણસ રાખ્યો હતો. સર્કલ ઓફિસરની જગ્યાએ અન્ય વ્યક્તિ કોઈ પણ ડર વગર કામ કરતો હતો. તેમજ તે છેલ્લા 5 મહિનાથી કામ કરતો હતો.
જેના પગલે મહેસૂલ પ્રધાને તેથી આ વ્યક્તિ અને સર્કલ ઓફિસર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. આ સાથે જ રાજ્યની અન્ય સરકારી ઓફિસોમાં પોતાના સ્થાને અન્ય વ્યક્તિને મૂકવાનો ગેરકાયદે રેકેટ ચાલતું હશે તો કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.. આ પ્રકારની ફરિયાદ મળશે તો જે તે ઓફિસના કલેક્ટર કે, ડેપ્યુટી કલેક્ટર જવાબદાર ગણાશે તેવી સ્પષ્ટ ચેતવણી રાજેન્દ્ર ત્રિવેદીએ આપી છે.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ફેબ્રુઆરી માસમાં વલસાડમાં રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનો અનોખો અંદાજ સામે આવ્યો હતો. મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ રિક્ષામાં સવાર થઇને વલસાડ મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે રજીસ્ટર ઓફિસમાં ચાલતી કામગીરી તપાસ કરી હતી.રાજેન્દ્ર ત્રિવેદી રિક્ષામાં બેસીને સામાન્ય માણસની જેમ જ મામલતદારની ઓફિસ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે રજિસ્ટર ઓફિસમાં આકસ્મિક મુલાકાત લીધી હતી અને રજીસ્ટર ઓફિસમાં થતી કામગીરીનું ઝીણવટપૂર્વર નિરીક્ષણ કર્યુ હતુ.
આ પણ વાંચો : સામાન્ય લોકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિવારણ લાવવા જિલ્લા અધિકારીઓને મુખ્યમંત્રીની સુચના
આ પણ વાંચો : બનાસકાંઠા : પાણીના તળ ઊંચા આવે તે માટે 111 તળાવોનું નવનિર્માણ થશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો