ગુજરાતમાં કોરોનાના કેસો (Corona cases) ની સુનામી આવી છે. ખૂબ જ તીવ્ર ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર (third wave) શરુ થઇ ગઇ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હવે રાજયના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi)નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
ગુજરાતના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી પોતે સંક્રમિત થયા અંગેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ છે કે તેમનો કોરોનાનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે જણાવ્યુ કે તેઓ પ્રથમ વાર કોરોના સંક્રમિત થયા છે. તેમણે જણાવ્યુ કે તેઓ હાલ હોમ આઈસોલેટ થયા છે. સાથે જ તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાનો ટેસ્ટ કરવા અપીલ કરી છે.
મહત્વનું છે કે બે દિવસ પહેલા ભાજપના સાંસદ પૂનમ માડમ પણ કોરોના સંક્રમિત થયા છે. પૂનમ માડમ હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય સાંસદ ભરતસિંહ ડાભી કોરોના સંક્રમિત થયા છે. ભરતસિંહ ડાભીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરેન્ટાઇન થયા છે.
બીજી તરફ કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે. હિંમતસિંહ પટેલ કોરોનાની પહેલી લહેરમાં પણ સંક્રમિત થયા હતા. શેહઝાદ ખાન પઠાણના પદગ્રહણ કાર્યક્રમમાં હિંમતસિંહ પટેલ હાજર હતા. ડોકટરની સલાહ મુજબ હિંમતસિંહ પટેલ હોમ આઇસોલેટ થયા છે. નોંધનીય છે કે, આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, પ્રતાપ દૂધાત અને અનિલ જોશીયારા કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આ સિવાય ભાજપના પણ કેટલાય ધારાસભ્યો અને મંત્રીઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-