Somnath: રેતશિલ્પ મહોત્સવમાં કલાકારોની અદભૂત કલાનું પ્રદર્શન, જુઓ વીડિયો

|

Jan 18, 2022 | 12:20 PM

સોમનાથમાં રેત શિલ્પ મહોત્સવનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. તો રેતશિલ્પ મહોત્સવમાં રેતશિલ્પ કલાકારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણા બધા રેત શિલ્પીઓ આ મહોત્સવમાં જોડાયા છે.

સોમનાથ (Somnath) મહાદેવ મંદિરની નજીકની ચોપાટી પર રેત શિલ્પ (Sand sculpture) મહોત્સવનો પ્રારંભ થયો છે. રેતશિલ્પ મહોત્સવમાં રેતશિલ્પ કલાકારો દ્વારા આકર્ષક રેતશિલ્પ બનાવવામાં આવ્યા છે.

સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા રોજ હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિરના નજીકના જ કિનારે ચોપાટી પર રેતશિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી અહીં આવનારા લોકો નજીકમાં જ આ મહોત્સવમાં રેતશિલ્પ પણ નીહાળી શકે અને વિવિધ વિષયો પર જાગૃતિ પણ ફેલાય.

રેતશિલ્પ મહોત્સવમાં રેતશિલ્પ કલાકારો દ્વારા આકર્ષક રેતશિલ્પ બનાવવામાં આવ્યા છે. મંદિરે દર્શન કરવા આવેલા લોકો આ રેતશિલ્પ જોઈ મંત્રમુગ્ધ બની ગયા છે. જાગૃતિ ફેલાવવા માટે કલાકારો સૈન્ય દિવસની ઉજવણી, સરદાર પટેલ, વીર સૈનિકો, પ્લાસ્ટિક મુક્ત ભારત, વેક્સીન અભિયાન, કોરોના જાગૃતિ અભિયાન જેવા વિષયો પર રેત શિલ્પ બનાવ્યા છે.

હાલમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે, ત્યારે લોકો વેક્સીન લે તેમજ કોરોના ગાઇડલાઇનનું પાલન કરે તે માટે બનાવેલા રેત શિલ્પોએ લોકોનું આકર્ષણ કેન્દ્રીત કર્યુ છે. સોમનાથમાં હજારોની સંખ્યામાં રોજ શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે સોમનાથમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આ મહોત્સવમાં જાગૃતિ ફેલાવવામાં આવી છે.

સોમનાથમાં રેત શિલ્પ મહોત્સવનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. તો રેતશિલ્પ મહોત્સવમાં રેતશિલ્પ કલાકારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણા બધા રેત શિલ્પીઓ આ મહોત્સવમાં જોડાયા છે.

આ પણ વાંચો-

Rajkot: ભાયાવદરમાં પાલિકા પ્રમુખ નયન જીવાણીની ધરપકડ, દારુના નશામાં ગાળો ભાંડતો વીડિયો વાયરલ થતા કાર્યવાહી

આ પણ વાંચો-

Kutch: નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1ના કામો મંજૂર ,6 તાલુકાના 77 ગામોને થશે ફાયદો

Next Video