Rajkot: ભાયાવદરમાં પાલિકા પ્રમુખ નયન જીવાણીની ધરપકડ, દારુના નશામાં ગાળો ભાંડતો વીડિયો વાયરલ થતા કાર્યવાહી

ભાયાવદર પાલિકાના પ્રમુખે દારૂના ચિક્કાર નશામાં સ્થાનિક પોલીસના બીટ જમાદારનું નામ લઈ બેફામ વાણી વિલાસ કર્યો હતો. તેથી ત્યાં ઉભેલા લોકોના ટોળામાંથી કોઈ વ્યક્તિએ તેમનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 10:47 AM

રાજકોટ (Rajkot)ના ભાયાવદરના નગરપાલિકા પ્રમુખ (Municipal President of Bhayavadar)ની પોલીસે ધરપકડ કરી છે. ભાયાવદરના પાલિકા પ્રમુખ નયન જીવાણીનો દારૂના નશામાં પોલીસ (Police)ને ગાળો ભાંડવાનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે.

મળતી માહિતી મુજબ ભાયાવદરના સરદાર પટેલ ચોકમાં કોઇ ટીખળખોરોએ સરકારની નીતિને વખોડવા અને પોલીસને બદનામ કરવા આસપાસના વિસ્તારોમાંથી દારૂની ખાલી બોટલો એકઠી કરીને ગોઠવી દીધી હતી. ટીખળખોરોએ આ સાથે સરકારની તેમજ પોલીસની ઢીલી નીતિ સામે સવાલો ખડા કર્યા હતા. આ બાબતની જાણ થતા જ ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ દારૂના ચિક્કાર નશામાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મળતી માહિતી મુજબ દારૂના ચિક્કાર નશામાં ઘટનાસ્થળે પહોંચેલા નગરપાલિકા પ્રમુખ નયન જીવાણીએ અમુક લોકોની હાજરીમાં જ પોલીસને ફોન કરીને બિભત્સ ગાળો ભાંડી હતી. આ વીડીયો પણ જાહેર થઇ જતાં પોલીસ તાબડતોબ હરકતમાં આવી ગઇ હતી અને પીધેલી હાલતમાં જ પાલિકા પ્રમુખની ધરપકડ કરી તેનો નશો ઉતારી લોકઅપના હવાલે કરી દીધા હતા.

ભાયાવદર પાલિકાના પ્રમુખે દારૂના ચિક્કાર નશામાં સ્થાનિક પોલીસના બીટ જમાદારનું નામ લઈ બેફામ વાણી વિલાસ કર્યો હતો. તેથી ત્યાં ઉભેલા લોકોના ટોળામાંથી કોઈ વ્યક્તિએ તેમનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો હતો. આ વીડિયો પોલીસ સુધી પહોંચી જતા ભાયાવદર પીએસઆઈ એસ.વી.ગોજીયા તથા સ્ટાફના જવાનોએ વોચ ગોઠવી નગર પાલિકા પ્રમુખને પીધેલી હાલતમાં ઘર તરફ જતી વખતે ઝડપી લીધા હતા.

પાલિકા પ્રમુખ નયન જીવાણીને પોલીસે કાયદાનું ભાન કરાવી દીધુ. દારુ પીવાનો અને પોલીસને જાહેરમાં ગાળો દેવાનો ગુનો નોંધી પોલીસે પાલિકા પ્રમુખને જેલ ભેગા કરી દીધા છે.

આ પણ વાંચોઃ

Rajkot: ટેક્સટાઇલ કમિશન એજન્ટની ઓફિસમાંથી તસ્કરો 21 લાખ ઉડાવી ગયા, જુઓ CCTVના દ્રશ્યો

આ પણ વાંચોઃ

Surat: વિવિધ 9 સ્થળો પર સ્ટેટ GST વિભાગના દરોડા, કરોડોની કરચોરી ઝડપાઇ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">