Kutch: નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1ના કામો મંજૂર ,6 તાલુકાના 77 ગામોને થશે ફાયદો
આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ 337.98 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા 4 લિંકનું આયોજન છે.. પાઇપલાઇન મારફતે 38 જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે.
રાજ્ય સરકાર દ્વારા કચ્છ (Kutch)ના 77 ગામોને સિંચાઇના પાણીનો લાભ મળે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે (State Government)કચ્છ માટે નર્મદા (Narmada)ના વધારાના ૧ મિલીયન એકર ફુટ પાણીના ઉપયોગ માટે ફેઝ-૧ના કામો માટે રૂપિયા ૪૩૬૯ કરોડ ના કામો મંજૂર કર્યા છે.
કચ્છમાં હવે નર્મદાનો વ્યાપ વધશે. જેનાથી કચ્છના ગામડાઓમાં નર્મદાના પાણીનો લાભ મળશે. રાજ્ય સરકારે કચ્છ માટે નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1ના કામો મંજૂર કર્યા છે.. જેના માટે રૂપિયા 4 હજાર 369 કરોડ મંજૂર કરાયા છે.. સરકારના આ નિર્ણયથી 6 તાલુકાના 77 ગામોને સિંચાઈના પાણીની સુવિધા મળશે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફૂટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે.
આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ 337.98 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા 4 લિંકનું આયોજન છે. પાઇપલાઇન મારફતે 38 જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે. સરકારના નિર્ણયથી કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ 6 તાલુકાના 77 ગામોને ફાયદો થશે.. એટલું જ નહિ અંદાજે 2 લાખ 81 હજાર એકર વિસ્તારમાં નર્મદાના પાણીથી સિંચાઈ થઈ શકશે..
કચ્છના ઘણા ગામોમાં નર્મદાના પાણી ન પહોંચતા હોવાના કારણે ખાસ કરીને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવવી પડતી હતી. જો કે રાજ્ય સરકારના આ નિર્ણયથી હવે કચ્છના ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલીઓ નહીં નડે.
આ પણ વાંચોઃ
Kheda: ડાકોરના રણછોડરાય મંદિરમાં આરતી સમયે દર્શનાર્થીઓને પ્રવેશ નહીં, મંદિરમાં પ્રતિક્રમા કરવા પર પણ પ્રતિબંધ
આ પણ વાંચોઃ
Surat: વિવિધ 9 સ્થળો પર સ્ટેટ GST વિભાગના દરોડા, કરોડોની કરચોરી ઝડપાઇ