ગીર સોમનાથના તાલાલામાં વ્યાજખોરોના ત્રાસથી નિવૃત વનકર્મીએ કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં થયો ખૂલાસો- વીડિયો

| Edited By: | Updated on: Nov 25, 2023 | 11:45 PM

ગીરસોમનાથના તાલાલામાં વ્યાજખોરોના ત્રાસથી નિવૃત વનકર્મીએ આપઘાત કરી લેતા તપાસનો ધમધમાટ તેજ થયો છે. તાલાલા નજીક આંબળાશ ગામે રહેતા અબ્દુલ બલોચ નામના નિવૃત વનકર્મીએ તેની પરવાનાવાળી બદૂક વડે આપઘાત કર્યો છે. મૃતકની સુસાઈડ નોટમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ખૂલાસો થયો છે.

ગીરસોમનાથ જિલ્લાના તાલાલામાં વ્યાજખોરોના ત્રાસથી નિવૃત્ત વનકર્મીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. ઘટના તાલાલા નજીકના આંબળાશ ગામની છે. જ્યાં રહેતા રહીશ અબ્દુલ બલોચ નામના નિવૃત્ત વનકર્મીએ પોતાની પરવાનાવાળી બંદૂક વડે છાતીમાં ગોળી ધરબી દઈને જીવન ટૂંકાવી દીધુ છે. પોલીસની તપાસ દરમિયાન એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાનો ઉલ્લેખ છે.

આ પણ વાંચો: ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમામા ત્રણ દિવસમાં નોંધાયા રેકોર્ડ બ્રેક યાત્રિકો, તૂટ્યો ગત વર્ષનો રેકોર્ડ- વીડિયો

સુસાઈડ નોટ પ્રમાણે નિવૃત્ત વનકર્મીએ નારણ સોલંકી અને રમેશ સોલંકી નામના બે સગા ભાઈઓ પાસેથી વ્યાજે નાણા લીધા હતા. જે નાણા પરત આપી દીધા હોવા છતાં તેઓ ઉઘરાણી કરતા હતા. નિવૃત્ત વનકર્મીએ તેના વેવાઈ પાસેથી પણ રૂપિયા લીધા હતા. તેઓ પણ વારંવાર ઉઘરાણી કરતા હતા. જેનાથી તેઓ કંટાળી ગયા હતા અને આપઘાતનું પગલું ભરી લીધુ હતું. સમગ્ર મામલે હવે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 25, 2023 11:28 PM