PM Modiએ યુ. એન. મહેતા હોસ્પિટલમાં માતા હીરા બા ના ખબર- અંતર પૂછયા

|

Dec 28, 2022 | 5:18 PM

PM Modi યુ. એન. મહેતા હોસ્પિટલમાં માતા હીરા બા ના ખબર - અંતર પૂછશે. પીએમ મોદી યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. તેમજ યુ.એન મહેતાના તમામ દર્દીઓના સગાને સુચના દર્દી સાથે નક્કી કરાયેલ એક જ વ્યક્તિ હાજર રહેશે. તેમજ પ્રધાનમંત્રી ના સમય દરમિયાન કોઈપણ પ્રકારની અવરજવર દર્દીના સગા કરી શકશે નહીં

PM Modi યુ. એન. મહેતા હોસ્પિટલમાં માતા હીરા બા ના ખબર – અંતર પૂછશે. પીએમ મોદી યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. તેમજ યુ.એન મહેતાના તમામ દર્દીઓના સગાને સુચના દર્દી સાથે નક્કી કરાયેલ એક જ વ્યક્તિ હાજર રહેશે. તેમજ પ્રધાનમંત્રી ના સમય દરમિયાન કોઈપણ પ્રકારની અવરજવર દર્દીના સગા કરી શકશે નહીં. પ્રધાનમંત્રી માતાના ખબર અંતર પૂછવા માટે યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે.હોસ્પિટલમાં CM ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સહિત કેટલાક ધારાસભ્યો અને સાંસદ પણ પહેલેથી જ હાજર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત હાલ સ્થિર હોવાના સમાચાર સામે આવ્યા છે. યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા હીરા બાના સ્વાસ્થ્ય અંગેનું બુલેટિન જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં હીરા બાની તબિયત હાલ સ્થિર હોવાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. હીરા બાની તબિયત થોડી નાદુરસ્ત હોવાના પગલે વહેલી સવારે તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે હાલ તેમની તબિયત સ્થિત છે.

વડાપ્રધાન મોદીના માતા હીરાબા 100 વર્ષ પૂર્ણ કર્યા છે. હીરા બાએ આ વર્ષે જૂન મહિનામાં જ 100માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમની ઊંમરના કારણે તેમની તબિયત નાદુરસ્ત થતા તેમની વહેલી સવારે અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માતાના સ્વાસ્થ્યના સમાચાર સાંભળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  અમદાવાદ આવ્યા છે.

ધારાસભ્યો ખબર-અંતર પુછવા હોસ્પિટલ પહોંચ્યા

PM મોદીના માતાના સ્વાસ્થ્યના સમાચાર સાંભળતા જ એક પછી એક ધારાસભ્યો યુ એન મહેતા હોસ્પિટલમાં તેમના ખબર અંતર પુછવા આવી રહ્યા છે. અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. હોસ્પિટલમાં હાલમાં બહારથી આવનાર કોઇ પણ વ્યક્તિને જવા દેવામાં નથી આવી રહ્યા. જે પણ વ્યક્તિ હોસ્પિટલમાં જઇ રહ્યા છે તેમનું ચેકિંગ કર્યા બાદ જ તેમને હોસ્પિટલમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે.

Published On - 4:03 pm, Wed, 28 December 22

Next Video