વડોદરાના મેયરના વોર્ડમાં જ દૂષિત પાણી આવતા સ્થાનિકો ત્રાહિમામ, મહિલાઓએ માટલા ફોડી ઠાલવ્યો રોષ- Video

વડોદરાના મેયર પિંકી સોનીના વોર્ડમાં રામેશ્વર સોસાયટીના રહેવાસીઓ દૂષિત પાણીની સમસ્યાને કારણે રસ્તા પર ઉતર્યા. મહિલાઓએ માટલા ફોડીને રોષ વ્યક્ત કર્યો છે અને બીમારી ફેલાવાનો પણ દાવો કર્યો છે. વખતોવખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં તેમનો આક્રોશ વધ્યો છે.

| Edited By: | Updated on: Jul 01, 2025 | 5:36 PM

વડોદરામાં મેયર પિંકી સોનીના પોતાના જ વોર્ડમાં ગંદા પાણીની સમસ્યાને લઈને રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રામેશ્વર સોસાયટીના રહેવાસીઓએ દૂષિત પાણી આવતા માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે દૂષિત પાણીને કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે અને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. મહિલાનો આક્ષેપ છે કે મેયર માત્ર Tv9માં જ દેખાય છે. આ સાથે મહિલાઓએ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે.

વડોદરાની રામેશ્વર સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યા મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવે છે. દૂષિત પાણીને કારણે રોગચાળો પણ વકર્યો હોવાનો મહિલાએ દાવો કર્યો છે. અનેક રજૂઆત કરવા છતા સ્થાનિક કોર્પોરેટર પણ સમસ્યા ન સાંભળતા હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો

વડોદરાના મેયર પોતાના વોર્ડ પ્રત્યે જ બેદરકાર હોવાનો દાવો થયો છે રામેશ્વર સોસાયટીની મહિલાઓનો દાવો છે કે મેયર માત્ર ચૂંટણી ટાણે જ વોટ માટે દેખાય છે ત્યારે આ વખતે તો મેયરને વિસ્તારમાં પ્રવેશ જ ન કરવા દેવા માટે સ્થાનિકો હવે મક્કમ બન્યા છે. દૂષિત પાણી આવતા બાળકો બીમાર પડી રહ્યા છે. અનેક પ્રકારના ઈન્ફેક્શન થાય છે. 7 થી 8 હજારની દવા થાય છે. પરંતુ તંત્રને કંઈ પડી નથી.

જુનાગઢના ડુંગરપુર ગામે ST બસ  ઉભી ન રહેતા વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ, અંતે ડેપોં મેનેજરે આવી મામલો થાળે પાડ્યો- જુઓ Video

Published On - 5:36 pm, Tue, 1 July 25